ગુજરાત

ગાંધીનગરમાં ૬ મહિનામાં કરોડોનો દારૂ ઝડપાયો

લઠ્ઠાકાંડ બાદ જિલ્લા પોલીસે ૪ દિવસમાં ૧૦૦થી વધુ રેડ કરી હતી, જેમાં ૬૦ ગુના નોંધીને ૨૨૦૦ લીટર દેશી દારૂ-વોશ ઝડપી પાડ્યો હતો અને ૯૦ બુટલેગરો સામે ગુનો નોંધ્યો હતો. કલોલ ડિવિઝનમાં દેશી દારૂની ૨૯ રેડ અંદાજિત ૯૦૦ લીટર દેશી દારૂ-વોશનો જથ્થો ઝડપી ૧૮ આરોપીની ધરપકડ કરાઈ છે. ગાંધીનગર ડિવિઝનમાં ૭૦થી વધુ રેડ કરી ૧૦૦૦ લીટર વૉશ તેમજ ૨૨૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં ૭૦ આરોપી ઝડપાયા હતા. થોડા દિવસ પહેલાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના કોટેશ્વર ગામે દારૂની ભઠ્ઠીઓથી ત્રસ્ત નાગરિકે ભાજપના ગ્રુપમાં મેસેજ નાખીને પગલાં લેવા અપીલ કરી હતી.

કોટેશ્વરના નાગરિકે ‘અમે સૌ ભાજપના’ ગ્રુપમાં ફોટો સાથે મેસેજ નાખ્યા હતા, જેમાં કોટેશ્વર ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓની પ્રવૃત્તિ બંધ થાય તેવી વિનંતી કરવામાં આવી હતી. કોટેશ્વર સહિતના જિલ્લાના નદી કિનારા વિસ્તારોમાં અનેક સ્થળે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની ફરિયાદો થઈ હતી. જાેકે શાસક ભાજપના વોટ્‌સ અપ ગ્રુપમાં નાગરિકે ફરિયાદ કરી હોવા છતાં શાસકો તરફથી આ અંગે મૌન સેવાયું હતું.લઠ્ઠાકાંડમાં ૫૭ જેટલાં મૃત્યુ બાદ સરકાર અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસ જેટલો દારૂ પકડે છે તેના કરતાં વધુ તો વેચાતો અને પીવાતો હોવાનું કહેવાય છે. ગાંધીનગરમાં જિલ્લામાં જ જાન્યુઆરીથી જૂન સુધી ૬ મહિનામાં પોલીસ ચોપડે ૨.૭૦ કરોડથી વધુનો દારૂ પકડાયો છે,

જેમાં ૧૮૧ દિવસમાં દેશી દારૂના ૧૭૫૩ કેસ જ્યારે વિદેશી દારૂના ૨૬૭ કેસ નોંધાયા છે. એટલે કે જિલ્લામાં પ્રોહિબિશનના રોજ સરેરાશ ૧૧ કેસ પોલીસ ચોપડે નોંધાય છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં પોલીસે દેશી દારૂના ૧૭૫૩ કેસ નોંધીને રૂ. ૧.૮૨ લાખનો ૯૧૪૦ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ સાથે રૂ. ૧.૦૪ લાખનો ૫૨૧૬૦ લીટર વૉશ જપ્ત કકર્યો હતો. બીજી તરફ વિદેશી દારૂના ૨૬૭ કેસ નોંધીને રૂ. ૨.૬૯ કરોડની ૯૦૫૨૦ બોટલ જપ્ત કરી હતી. પોલીસે ૬ મહિનામાં ૨.૩૧ કરોડનાં ૧૨૫ વાહનો પણ જપ્ત કરેલાં છે.

Follow Me:

Related Posts