ગુજરાત

ગાંધીનગરમા માર્ગની અધુરી કામગીરીના પગલે શહેરીજનો પરેશાન

તંત્ર દ્વારા ખોદકામ કરાયાં બાદ કામ પુર્ણ નહીં થતા વાહનચાલકોને હાલાકી

ગાંધીનગર શહેરના માર્ગ નં.૬ને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત નવીનિકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા ઘણા વિસ્તારોમાં ખોદકામની પ્રવૃત્તિ હાથ ધરાયાં બાદ પુર્ણ નહીં કરાતાં રહિશોને અવર જવરમાં હેરાન પરેશાન થવું પડે છે ત્યારે હાલમાં સેક્ટર-૨૮ અને ૨૩માંથી મુખ્ય માર્ગને જાેડતા રોડ ઉપર કામગીરીના ભાગરૃપે ખોદકામ ઘણા દિવસથી કરી દેવામાં આવ્યું છે. તે હજુ સુધી પુર્ણ નહીં થતાં સ્થાનિક વસાહતીઓને વાહન લઇને પસાર થવામાં હાલાકી ભોગવવી પડે છે. સત્વરે કામ પુર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રાજ્યના પાટનગરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત તંત્ર વિવિધ કામગીરી હાથ ધરાઇ છે ત્યારે છ નંબરના માર્ગનું નવીનિકરણ કરાઇ રહ્યું છે જેની કામગીરી ચાલી રહી છે ત્યારે ઘ-૬ થી ગ-૬ તરફ જતાં માર્ગ ઉપર સેક્ટર-૨૩ અને ૨૮ને જાેડતાં માર્ગમાં છેલ્લા ઘણા દિવસથી ખોદકામ કરી દેવામાં આવ્યું છે. સતત વાહનોની અવર જવરવાળા માર્ગ ઉપર આ પ્રકારે કામ શરૃ કરાતાં સેક્ટરના સ્થાનિક વસાહતીઓ તેમજ અન્ય વાહનચાલકોને પણ હાલમાં અવર જવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ રાત્રીના સમયે અકસ્માતના ભયે પસાર થવાની નોબત આવી છે. સામાન્ય કામગીરી માટે તંત્ર દ્વારા ક્યાં કારણોસર આટલાં દિવસો સુધી કામ લંબાવવામાં આવી રહ્યું છે તેની સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. સેક્ટર-૨૮ અને ૨૩માંથી મુખ્યમાર્ગને જાેડતાં આ માર્ગનું ખોદકામ તંત્ર દ્વારા સત્વરે પુર્ણ કરવામાં આવે તેવી માંગ પણ રહિશો દ્વારા કરવામાં આવી છે. છ નંબરના માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અસંખ્ય વાહનોની અવરજવર થતી હોય છે જેથી અકસ્માતની ભીતી પણ સેવાઇ રહી છે.

Related Posts