fbpx
ગુજરાત

ગાંધીનગર ઇ-વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ માટે પ્રેસિડેન્ટ ઓફ ‘ભારત’ લખાયું

ય્૨૦માં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયા બાદ હવે ગુજરાતમાં પણ આ પહેલ જાેવા મળી રહી છે. ગુજરાત ઇ વિધાનસભાના લોન્ચિંગ માટે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. ત્યારે ઇ વિધાનસભા માટે આમંત્રણ પત્રિકામાં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યુ છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિ માટે આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખાતું હતું. જાે કે આ વખતે ગુજરાતનો પ્રથમ એવો કાર્યક્રમ છે જેમાં પ્રેસિડેન્ટ ઓફ ‘ભારત’લખવામાં આવ્યુ છે. ગુજરાત આવતીકાલથી ઇ-વિધાનસભા બનવાની છે. દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભા હાઇટેક બનવા જઇ રહી છે અને ઇ-ક્લેવર ધારણ કરી રહી છે. ત્યારે આ ઇ વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં નવી પહેલ જાેવા મળી રહી છે.

આવતીકાલે ઈ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે તેની આમંત્રણ પત્રિકામાં દેશનું નામ ‘ભારત’ લખવાની પહેલ જાેવા મળી છે. ગાંધીનગરમાં લોન્ચ થનારી ઇ-વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’ લખવામાં આવ્યુ છે. આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ છાપવામાં આવ્યુ છે. આ પહેલા ય્૨૦માં પણ ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યુ હતુ. ત્યારે હવે ગુજરાતમાં પણ આ પહેલ જાેવા મળી રહી છે. અત્યાર સુધી ધારાસભ્યોના ટેબલ પર જાેવા મળતી કાગળોની ફાઇલો હવે ભૂતકાળ બનશે અને ફાઇલો તથા દસ્તાવેજાેનું સ્થાન ટેબ્લેટ લેશે. ઁસ્ મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ થશે. જે બાદ રાષ્ટ્રપતિ ધારાસભ્યોને સંબોધન પણ કરશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે જન પ્રતિનિધિ વિધાનસભાના શૂન્યકાળમાં પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે. ગુજરાત વિધાનસભાની કામગીરી હવે ઓનલાઇન બની જશે. દરેક ધારાસભ્યને ૨ ટેબ્લેટ આપવામાં આવશે. જેમાંથી એક ટેબ્લેટ ધારાસભ્ય પોતાની સાથે રાખી શકશે. ગૃહની તમામ કામગીરીને ટેબ્લેટ દ્વારા સંચાલિત કરાશે. એટલે કે ગૃહની તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે ભવિષ્યમાં નાગરિકો પોતાના પ્રશ્નોની સીધી સરકારમાં રજૂઆત કરી શકાશે. દાવો એ પણ છે કે ગૃહના ડેટા કાયદો ઘડવામાં ઉપયોગી સાબિત થશે.

Follow Me:

Related Posts