ગાંધીનગર કમલમ ખાતે વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર ભાજપમાં જાેડાયા
વિશ્વનાથસિંહ વાઘેલાએ ૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ ગુજરાત યૂથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપ્યું હતું. આમ ૨૪ કલાકમાં જ બે યુવા નેતાએ રાજીનામાં ધરી દીધા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાની કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથેની તસવીરો બહાર આવી હતી. વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર આજે કમલમ ખાતે કોંગ્રેસના અનેક પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. તમારી પર આરોપ હતો કે તમે પક્ષની માહિતી લીક કરો છો એટલે તમારું રાજીનામુ લે એ પહેલા તમે રાજીનામું આપ્યું છે. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, રઘુ શર્માના પુત્ર પ્રેમને કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે.મારી વિરૂદ્ધ ષડયંત્ર થઈ રહ્યાં હતા. ભાજપની ભારતને અખંડ રાખવાની નીતિ-રીતિથી પ્રેરાઈને ભાજપમાં જાેડાયો છું.
ભાજપ છેવાડાના માનવી સુધી પહોંચનારી પાર્ટી છે. જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ભૂક્કા કાઢી નાંખીશું પણ હવે કોંગ્રેસના જ ભૂક્કા નીકળી જવાના છે. હાર્દિક પટેલની રાહે વિશ્વનાથસિંહ વાઘેલા ભલે ચાલી રહ્યા હોય, પરંતુ ભાજપમાં લાવવામાં કે કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલ નહીં, પરંતુ ભાજપ સંગઠનના જ એક નેતાનો સિંહફાળો રહેલો છે. ગુજરાત યુનિવર્સિટીમાં યુવા નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા વિશ્વનાથસિંહ વાઘેલા સાથે જે-તે સમયે પરિચયમાં આવેલા ભાજપના આ નેતાએ જ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાએ લખેલા સાત પાનાંના પત્રમાં અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે જાેડાવાનું સૌથી મોટું કારણ હતું કે નાનપણથી જ ઈતિહાસની ચોપડીઓ વાંચતા અને એમાં એવું ભણ્ચા કે કોંગ્રેસના નેતાઓએ આઝાદી અપાવી.
તેથી કોંગ્રેસ પક્ષ પસંદ કર્યો હતો, પરંતુ જેમ જેમ પક્ષમાં કામ કરતા ગયા તેમ તેમ ખબર પડી કે જે નેતાઓએ દેશને આઝાદી અપાવી હતી એમાંના ઘણા ખરા નેતાઓને ૧૯૬૯માં કોરાણે મૂકી દેવાયા હતા. આઝાદી અપાવનારા જે નેતાઓ મારા પ્રેરણાસ્ત્રોત છે તેમના ફોટા પણ મેં કોંગ્રેસની ઓફિસમાં જાેયા નથી. હું ઘણા સમયથી હાલની કોંગ્રેસ એક પરિવારની ભક્તિમાં લીન હોય એવું અનુભવી રહ્યો હતો. કોંગ્રેસ પક્ષે મને જે કોઈ પદ આપ્યાં એ મારી પાસેથી પૈસા લઈને વેચાતાં આપ્યા, જેથી વેચાતા મળેલા પદ પર કોઈ વ્યક્તિને કેવી રીતે પ્રેમ આવી શકે. હું જ્યારથી યૂથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી જ પક્ષના સિનિયર નેતાઓના જૂથવાદનો ભોગ બનતો આવ્યો છું.
યૂથ કોંગ્રેસમાં જે સિનિયર નેતાઓએ મારી મદદ કરી હતી તેમની સામેના જૂથના નેતાઓએ મને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. આ પરિસ્થિતિથી કંટાળીને મેં રાજીનામુ આપ્યું છે. મેં ૩-૪ દિવસ અગાઉ શ્રીનિવાસ અને ક્રિષ્નાને મેસેજ કર્યા હતા. તે લોકોએ મારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હાર્દિક ૩-૪ મહિના અગાઉ જઈ ચૂક્યા છે. અમારી વેદના સરખી હોઈ શકે. નામ નહીં લઉં, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓને ખબર જ છે કોના કારણે પક્ષ છોડી રહ્યો છે. ૧૦ વર્ષથી જૂથબંધી ચાલી રહી છે. પાર્ટીનો જૂથવાદ પાર્ટીને મુબારક. ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ. રાજકારણ કરવાનું છે. મારી જેમ અસંખ્ય યુવાનો પાર્ટીથી નારાજ છે. મારી સાથે જેને જાેડાવવું હોય તેઓ આવી શકે છે.
Recent Comments