ભાવનગર ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી ના નિવાસ સામે કીસાનો ના ઘરણા દેખાવો સાથે સૂત્રોચ્ચાર વિવિધ માંગો ને લઈ ગાંધીનગર ખાતે ચાલતા ખેડૂત આંદોલન ના ૧૭ માં દિવસે આજેભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ના આદેશ થી ગાંધીનગર માં વિવિધ માંગ ને લઈ ખેડૂતો નુ આંદોલન છેલ્લા ૧૭ દિવસથી ચાલી રહેલ છે ચાલુ વરસાદે પણ ખેડૂતો ત્યાં ભીના ગાદલા ઉપર રહી ટાઢ ,તાપ, તડકો સહન કરી રહેલા છે છતાં સરકારે ખેડૂતોના સાચા પ્રશ્ર્નો ના ઉકેલ કરેલ નથી.
તેથી ખેડૂતો વિફર્યા અને ગુજરાત રાજ્યના મંત્રી ના ઘર આગળ ધરણા કાર્યક્રમ તા.૯-સપ્ટેમ્બરે સુરત ખાતે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના ઘર આગળ ધરણા કાર્યક્રમ કરી ચૂકેલા ખેડૂતો એ આજે તા.૧૦/૯/૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં -શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ના ઘર આગળ ધરણા નો કાર્યક્રમ યોજાયો જેમાં ભારતીય કિસાન સંઘ ના બહોળી સંખ્યામાં ભાવનગર, અમરેલી સાવરકુંડલા અને બોટાદ ઝોન બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા..ખેડૂતો એ જીતુભાઇ વાઘાણી ના નિવાસ સ્થાન સામે કાંણ કરી પોક મૂકી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ કાર્યક્રમ માં સ્થાનિક પોલીસે ખેડૂતો ને ઘરણા સ્થળે થી દુર ખસેડી દીધા હતા.
Recent Comments