ગુજરાત

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં યુવતીને બચાવવા જતાં ૨ યુવાનોના ડૂબી જતાં મોત

ગાંધીનગર નજીક કરાઈ નર્મદા કેનાલ પાસે રીલ બનાવતી વખતે યુવતીનો પગ લપસતાં યુવતી કેનાલમાં ખાબકી હતી. આ યુવતીને બચાવવા બે યુવાનો કેનાલમાં કુદ્યા હતા. પરંતુ બંનેને તરતાં ના આવડતું હોવાથી બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જાે કે, યુવતીને બચાવી લેવામાં આવી છે, પરંતુ યુવતીની મદદ માટે કેનાલમાં કુદેલા બંને યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય યુવાનની શોધખોળ શરૂ છે. ૧૦ માર્ચે આ ઘટના બની હતી. ત્યારે સતત બે દિવસથી યુવાનના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે છતાં મૃતદેહ મળ્યો નથી. બે મૃતકોમાંથી એક યુવાન ગીર સોમનાથનો વતની હોવાની માહિતી મળી છે.

Related Posts