ગુજરાત

ગાંધીનગર પોલીસે જમિયતપુરા પાસેથી ૩૦.૮૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

મહેસાણા તરફથી એક બંધ બોડીની આઇશર ગાડીમા દારુ ભરવામા આવ્યો છે અને અમદાવાદ તરફ લઇ જવાઈ રહ્યો છે. જેને લઇને પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૬૯૮૭ જમિયતપુરા પાસે આવતા રોકાયુ હતુ. જેની તપાસ કરતા તેમાથી અલગ અલગ બ્રાન્ડનો દારુ ભરેલી ૫૫૯ પેટીમાંથી ૧૦૨૭૨ બોટલ કિંમત ૩૦,૮૮,૩૨૦ મળી આવ્યો હતો. જેને લઇને ડ્રાઇવર વિજય કાલીદાસ જાટ (રહે, લડોકા, જમ્મુ કશ્મીર)ને પકડ્યો હતો. ગોપાલસિંહ જાટ દ્વારા ડ્રાઇવરને ૧૦ હજાર રૂપિયા આપવાનુ નક્કી કરીને બોલાવ્યો હતો. ડ્રાઇવર વિજય જમ્મુ કશ્મીરથી ટ્રેન દ્વારા પાલનપુર પાસે આવેલી કોરોના હોટલમા રોકાયો હતો અને ત્યાંથી ગોપાલ જાટ દ્વારા તેને દારૂ ભરેલી ગાડી અપાઈ હતી. ત્યારબાદ ગોપાલ દ્વારા મોબાઇલ ઉપર રસ્તો બતાવવાતો હતો. પરંતુ દારૂ મૂળ જગ્યા સુધી પહોંચે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે દારૂ સહતિ ૪૦,૯૫,૮૨૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. જ્યારે ફરાર ગોપાલ જાટને પકડવા તજવીજ કરી હતી.ગાંધીનગરના જમિયતપુરા પાસેથી પોલીસે ૩૦.૮૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. આઇશર ગાડીમા પાલનપુર પાસે આવેલી હોટલથી એક કશ્મીરી ડ્રાઇવર દારૂ ભરેલુ વાહન લઇને અમદાવાદ તરફ જવા નિકળ્યો હતો. ત્યારે પોલીસને બાતમી મળતા જમિયતપુરા પાસેથી દારૂ ભરેલા વાહનને પકડવામા આવ્યુ હતુ. જ્યારે દારૂનુ કન્ટેનર આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એચ.સિંધવની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.

Related Posts