ગાંધીનગર પોલીસે માણસાની વિહાર ચોકડી નજીક વરલી મટકાનો જુગાર રમાડતાં ૨ ઈસમો ને પકડ્યા, ૩ ફરાર

ગાંધીનગર ના માણસાની વિહાર ચોકડી નજીકથી પોલીસે વરલી મટકાંનો જુગાર રમાડતાં બે ઈસમોને પકડી પડ્યા હતા, પકડાયેલા વ્યક્તિઓ પાસે થી રૂ. ૨૦ હજારના મુદ્દામાલ જપ્ત કરાયો હતો, જ્યારે અન્ય ત્રણ ઈસમો ભાગી જતાં પોલીસે પાંચ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી નાસી ચૂટેલા ઇસમોને પકડવા ચક્રો ગતીમાન કાર્ય હતા. માણસા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, માણસાથી વિહાર ચોકડી નજીક બે ઈસમો ખુલ્લી જગ્યામાં વરલી મટકાની જુગારની પ્રવૃત્તિ કરે છે. આ બાતમીને આધારે માણસા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયો હતો અને બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
જેમણે પોતાના નામ રાજેન્દ્રસિંહ ચાવડા તથા કિરીટસિંહ બળવંતસિંહ વીહોલ (રહે. પિલવાઇ) હોવાનું જણાવ્યું હતું. આ ઈસમો પાસેથી પોલીસે વરલી મટકાનું સાહિત્ય તથા રોકડ રૂપિયા મળી ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતા આ વરલી મટકાના જુગારની પ્રવૃત્તિમાં શામેલ અન્ય જીતેન્દ્રકુમાર રમણલાલ પટેલ (રહે. કુકરવાડા) અને રણજીતસિંહ રામ સિંહ ચાવડા (રહે. વસઇ) તથા પીન્ટુ વરલી નામથી જાણીતો ઈસમ આ પ્રવૃતિમાં શામેલ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે આ પાંચેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments