ગુજરાત

ગાંધીનગર બાદ હવે વડોદરામાં બનશે રાજ્યની બીજા નંબર ની સાયન્સ સીટી

આજ રોજ રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકારો સાથેની વાતચીત માં તેમને જનાવ્યું હતું કે તેમના દ્વારા વડોદરા માં સાયન્સ સીટી બનાવવા અંગે સરકાર સામે માંગ મુકવામાં આવી હતી લાંબી ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર બાદ વડોદરા માં રાજ્યની બીજા નંબરની સાયન્સ સીટી બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા સાયન્સ સીટી ના નિર્માણ માટે વડોદરા જિલ્લાની હદમાં જમીન શોધવાની પ્રક્રિયા હાથ ધરી કેટલીક જમીનો ની માહિતી સરકારમાં આપી દેવામાં આવી છે ટુકજ સમયમાં જગ્યાની પસંદગી કરી લેવામાં આવશે ને ઝડપથી સાયન્સ સીટી નું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે.આશરે 7 થી આઠ એકર જમીન માં ભવ્ય સાયન્સ સીટી નિર્માણ પામનાર છે જેની પાછળ 100 કરોડ જેટલી માતબર રકમ નો ખર્ચ થનાર છે.વડોદરામાં નિર્માણ પામનાર ગુજરાત ની બીજા નંબર ની સાયન્સ સીટી ની વિશેષતાઓ વિશે વાત કરતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન માં આગળ વધે તે ઉદેશ્ય થી સરકાર દ્વારા સાયન્સ સીટી બનાવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં નિર્માણ પામનાર આ ભવ્ય સાયન્સ સિટીમાં હોલ ઓફ સ્પેસ થકી નાગરિકો ને સૌર મંડળ ની સમજણ અપાશે હોલ ઓફ સાયન્સ થકી વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો ને વિજ્ઞાન ની પ્રગતિ થી વાકેફ કરાવાશે વિજ્ઞાન ના તમામ આયામ ને સંકેલી ખૂબ માહિતી સભર સાયન્સ સીટી બનાવાશે આ સાયન્સ સિટીમાં જીવન ની અગત્યતા,આયુર્વેદિક પ્લાન્ટ્સ,વિવિધ છોડ ઉપલબ્ધ હશે જેથી નાગરિકો પ્રકૃતિ નું જ્ઞાન મેળવી શકે.જે નાગરિકો જીવન માં ક્યારેય શાળા સુધા જોઈ નથી તેવા નાગરિકો ને જીવ ની ઉતપત્તિ નું વિજ્ઞાન સમજાવશે.આધુનિક યુગમાં દુનિયા ટેકનોલોજી ના સહારે સતત આગળ વધી રહી છે.માણસો ની જગ્યા આધુનિક સાધનો એ લઈ લીધી છે ત્યારે રોબોટિક એન્જીનીયરીંગ માટે રોબોટિક ગેલેરી હશે આ સાયન્સ સિટીમાં સાથે જ પ્રકૃતિ સંદર્ભે નેચર પાર્ક તૌયાર કરાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જય જવાન જય વિજ્ઞાન ના સૂત્રને સાર્થક કરવાના હેતુ થી રાજ્ય સરકાર દ્વારા વડોદરા માં જ્યારે સાયન્સ સીટી નું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં ત્યારે આના થકી સેંકડો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય ને ઉજ્વળ બનાવવા સક્ષમ બનશે.અને સામાન્ય નાગરિક વિજ્ઞાન ની દુનિયામાં પોતાનું ડગલું માંડી શકશે.

Related Posts