પાટનગર ગાંધીનગર થી માણસા જતા હાઈવે પર આવેલ સ્વાગત હોટલમાં રેડ પાડતા ત્યાંથી ૨૬ જુગારીઓને એલસીબી એ પકડી પાડ્યા હતા જેમની પાસેથી ૧ કરોડ ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રાંધેજા ગામનાં ભૂતપર્વ સરપંચના પુત્રની માણસા હાઈવે પરની હોટેલ સ્વાગતમાં મંગળવારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ૨૬ જુગારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા ૨.૧૮ લાખ, ફોન, વાહનો સાથે રૂ.૧,૨૭,૪૧,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જુગાર પૂર્વ સરપંચનો પુત્ર હિરેન પટેલ ચલાવતો હતો. હિરેનનાં માતા શોભનાબહેન રાંધેજાના પૂર્વ સરપંચ, પિતા અનંતભાઈ પૂર્વ ડેપ્યુટી સરપંચ છે. અહીં મિલન લખેલા પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમાડાતો હતો. આ સાથે ફરજ બેદરકારી બદલ પેથાપુર પોલીસના સબ ઇન્સ્પેક્ટર આર. બી. પરમાર, બીટ જમાદાર સફીકભાઈ, ભાવિનભાઈને સસ્પેન્ડ કરાયા છે.
ગાંધીનગર – માણસા હાઈવે પર આવેલ સ્વાગત હોટલમાં એલસીબી ત્રાટકી : ૨૬ જુગારીઓ પકડાયા


















Recent Comments