ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાતે અમરેલી જિલ્લાના અગ્રણી ઓ. આવકના દાખલા માટે ગ્રામ પંચાયતને અધિકાર અને સોંગદનામાંમાંથી મુક્તિ આપોની રજુઆત
ગાંધીનગર આયુષ્માન કાર્ડમાં તલાટી કમ મંત્રીનો આવકનો દાખલો માન્ય રાખવા અને ગ્રામ પંચાયત કચેરી ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢવા માન્યતા આપવા તેમજ આવકના દાખલામા સોગંદનામામા મુક્તિ આપવા મુખ્યમંત્રીશ્રી ને રજુઆત કરતા આરોગ્ય સમિતિ ચેરમેન જીતુભાઇ ડેર જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભરતભાઇ સુતરીયા ભાજપ અગ્રણી જનકભાઈ પી. તળાવીયામાનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નવા સફળ પ્રયત્નથી ભારતમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે આર્થિક પરિસ્થિતિની સહિયારી આયુષ્માન યોજના કાર્યરત છે, જેનો ભારત ભરમાં બહોળા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે તાલુકા કક્ષાએ જવું પડતું હોય છે અને તેમાં પુરાવા સ્વરૂપે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ના આવકના દાખલાને જ માન્ય ગણવામાં આવે છે આવકના દાખલા કઢાવવા માટે તાલુકા કક્ષાએ કચેરીઓમાં ગામડાના ખેડૂતો મજૂર વર્ગના લોકોને પોતાના કામધંધા મજુરી પાડીને લાંબી મુસાફરી કરી પોતાનો કિંમતી સમય બરબાદ કરીને આવકના દાખલા કઢાવવા માટે અરજી કરવા માટે ૫૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ખરીદી અને તેના ઉપર સોગંદનામુ કરવામાં આવે છે
જેનો ખર્ચ અંદાજીત રૂપિયા ૨૫૦થી ૩૦૦ રૂપિયા જેટલો થતો હોય છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માટે મુશ્કેલી જનક છે આવકનો દાખલો ફક્ત તાલુકા કક્ષાએ જ નીકળતો હોવાથી લાંબી લાંબી કતાર લાગતી હોય છે અને આવક ના દાખલા માટે અરજદારોને ઓછામાં ઓછા બે ત્રણ દિવસ બગાડવા પડે છે તેનો સામનો ગરીબ અને સામાન્ય જનતાને ભોગવવો પડતો હોય છે આ સામાન્ય જનતાની પડતી મુશ્કેલીને દૂર કરવા આવકના દાખલાનું પંચરોજકામ તલાટી મંત્રી દ્વારા કરવાનું હોવાથી તેમજ આવકનો દાખલો તલાટી કમ મંત્રીશ્રી પણ કાઢી આપતા હોવાથી કોઈપણ પ્રકારના સોગંદનામા ની જરૂરિયાત રહેતી નથી જેથી માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલને આરોગ્ય સમિતિ ચેરમેન જીતુભાઇ ડેર જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભરતભાઇ સુતરીયા તેમજ ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી.તળાવીયા દ્વારા આવકના દાખલામાં સોગંદનામા મુક્તિ આપવામાં આવે તેમજ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે તલાટી કમ મંત્રીનો આવકનો દાખલો ગણવામાં આવે છે અને આયુષ્માન કાર્ડ ગ્રામ પંચાયત કચેરી ખાતે કાઢી આપવાની સત્તા તલાટી કમ મંત્રીને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી.
Recent Comments