લગ્ન સિઝન શરુ થઈ છે અને એ સાથે જ લગ્નમાં ભોજનનો સ્વાદ માણ્યા બાદ ક્યારેક તેની આડ અસર પણ સર્જાતી હોય છે. આવી જ રીતે ગાંધીનગર જિલ્લામાં ખોરાકી ઝેરની અસરનો મામલો સામે આવ્યો છે. જેમાં ૧૦૦ કરતા વધુ લોકોને ખોરાકી ઝેરની અસર વર્તાઈ છે. આ ઘટના ગાંધીનગર સજરીનગર વિસ્તારમાં સર્જાઈ છે. દૂધીનો હલવો ખાધા બાદ સજરીનગરમાં લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. શરુઆતમાં જ લોકોને પેટમાં દુઃખાવા સહિતના સમસ્યાઓ શરુ થઈ હતી. ૨૫ જેટલા લોકોને હજુ પણ અસર પહોંચી છે અને જેને લઈ તેઓને કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ હોવાનું સામે આવ્યુ છે.
ગાંધીનગર લગ્નમાં દૂધીનો હલવો ખાધા બાદ ૧૦૦ થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર

Recent Comments