ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કલોલમાં નાસ્તાની લારી ઉપર બેઠેલો એક ઇસમ પોતાની પાસે દેશી તમંચો તેમજ જીવતા કારતુસ લઈને બેઠો છે. જે વાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઈસમને દેશી તમંચા તેમજ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો. જેની કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ૨ કલોલ શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે વખતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કલોલમાં પાનસર ત્રણ રસ્તા નજીક નાસ્તાની લારી ઉપર એક ઈસમ બેઠો છે. જેને કમરના ભાગે રિવોલ્વર જેવું હથિયાર સંતાડી રાખ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. જે બાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ ઉપર ગઈ હતી અને ત્યાં જઈને આવો શંકાસ્પદ યુવક જાણવા મળ્યો હતો જેથી ટીમે યુવકની ધરપકડ કરી લીધી હતી.
જેમાં માણસની કમરના ભાગમાં દેશી તમંચો મળી આવ્યો હતો. તેમજ તેના ખિસ્સામાંથી ત્રણ જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ૨ ના પોલીસ કર્મચારીએ આરોપીનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ કાસમ છાયાભાઈ સિંધી જણાવ્યું હતું અને તે પોતે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના પરા વિસ્તારનો હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે તમંચો લઈને અહીં કેમ બેસ્યો છે તેવું પૂછતા તેનો સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments