ગુજરાત

ગાંધીનગર શહેરના સેક્ટર વિસ્તારમાં હાલમાં પ્રેસરથી પાણી નહીં મળવાના કારણે લોકોમાં નિરાશા જાેવા મળી

ગાંધીનગર શહેરના સેક્ટર વિસ્તારમાં છાશવારે પાણી પુરવઠો પ્રભાવિત થતો રહે છે. ત્યારે હાલમાં પ્રેસરથી પાણી નહીં મળવા ઉપરાંત વહેલું જ બંધ કરી દેવાતું હોવાની બુમ પડી રહી છે. પરિણામે તહેવારના દિવસોમાં વાષક ઘરસફાઇના કામ કરવા સમયે જ ગૃહિણીઓને મુશ્કેલી પડી રહી છે. નવા સેક્ટરો ૨થી ૬માં ઓછા દબાણથી પાણી મળતાં સેક્ટરવાસીઓએ કહ્યું ૨૪ કલાકની વાતો બંધ કરો અને પુરૃ ૩ કલાક તો પાણી આપો તેમ જણાવી રહ્યાં છે.

પાટનગરમાં દાયાકઓ જુનું પાણી વ્યવસ્થાપનનું નેટવર્ક એટલી હદે ખાડે ગયું છે, કે હવે ઉનાળઆની કાળઝાળ ગરમીના દિવસો પુરતી પાણીની બુમ પડે તેવી વાત જ રહી નથી. ચોમાસા અને શિયાળઆના દિવસોમાં પણ જ્યારે પાણીનો વપરાશ ઘટી ગયો હોય ત્યારે પણ ગમે ત્યારે, ગમે તે વિસ્તારમાં ઓછુ પાણી આપવામાં આવ્યુ હોય અથવા તો સાવ ઓછા દબાણથી પાણી આપવામાં આવ્યાની ફરિયાદો સાવ સામાન્ય બની ચૂકી છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૃપિયા ૨૦૦ કરોડનો ખર્ચ કરીને નવું નેટવર્ક સ્થાપવાની ગુલબાંગો ફેંકવામાં આવી તેની કામગીરી ત્રણ વર્ષે પણ પૂર્ણ કરવામાં આવી નથી. આ યોજના અંતર્ગત મુખ્ય અને આંતરિક માર્ગો સહિત શહેર આખું શહેર ખોદી નાંખવામાં આવ્યું તેના કારણે પણ લોકો હાલાકી વેઠી રહ્યાં છે. મીટર મુકીને ૨૪ કલાક પાણી આપવાની યોજના વગરવાસીઓ માટે તો તેનો અમલ થવાની સાથે મોંઘી દાટ પુરવાર થવાની છે અને લોકોના વાષક ખર્ચ વધી જવાના છે. નિષ્ણાતો તો એમપણ કહી રહ્યાં છે, કે પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટની ક્ષમતા હાલની છે, તેમ જ રહેશે તો કોઇ કાળે ૨૪ કલાક પાણી આપી શકાશે નહીં. ત્યારે હાલ તો નવા સેક્ટરના વસાહતીઓ ૩ કલાક પુરા દબાણથી પાણી મળે તેવી માંગ કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts