ગાંધીનગર શહેરમાં વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે એલસીબી ટુની ટીમ દ્વારા અગાઉ સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા મોપેડ સાથે પેથાપુરના યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે તેના મિત્રની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. ગાંધીનગર શહેરમાં હાલ ચોરીના અન્ય ગુનાઓની સાથે વાહન ચોરીનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેના પગલે પોલીસ દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન વાહન ચોરીના બનાવ અટકાવવા માટે ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે
એલસીબી ટુ પીઆઇ એચ.પી પરમાર અને તેમની ટીમ દ્વારા વાહન ચોરીના બનાવ ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહી હતી ત્યારે પીએસઆઇ કે.કે પાટડીયા અને તેમની ટીમ સેક્ટર ૩૦ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કરણસિંહ રણજીતસિંહ ડાભી રહે આકોલ તળાવ નજીક પેથાપુરને એક મોપેડ સાથે ઝડપી લીધો હતો અને જે સંદર્ભે પૂછપરછ કરતા તે ભાગી પડયો હતો અને કબુલાત કરી હતી કે, પેથાપુર ખાતે રહેતા તેના મિત્ર યુવરાજસિંહ વાઘેલા દ્વારા આ મોબાઇલની ચોરી કરવામાં આવી હતી અને તેને ફરવા માટે આપ્યું હતું. પોલીસ દ્વારા મોપેડના નંબરના આધારે તપાસ કરવામાં આવતા સાત વર્ષ અગાઉ આ ચોરીનો ગુનો સેક્ટર ૨૧ પોલીસ મથકનો દાખલ થયો હતો. હાલ પોલીસ દ્વારા અન્ય આરોપી શોધખો શરૃ કરવામાં આવી છે.
Recent Comments