ગાંધીનગર સિવિલની જૂની બિલ્ડિંગનું રિપેરિંગ કરાશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ ગત વર્ષ-૧૯૭૨માં બનાવવામાં આવ્યું હતું. જાેકે અગાઉ બિલ્ડીંગમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ કાર્યરત હતી. જે હાલમાં માણસા ખસેડવામાં આવી છે. જ્યારે ૫૦ વર્ષ જુના બિલ્ડિંગની હાલત જર્જરીત બની રહી હોવાથી છતમાં પોપડા ઉખડવા, પ્લાસ્ટર ઉખડી રહ્યું છે. આથી જુના બિલ્ડીંગનું રિપેરીંગ કરવાનું તાજેતરમાં મુખ્યમંત્રીએ કરેલી મુલાકાતમાં આદેશ આપ્યા હતા. પીઆઇયુ દ્વારા હોસ્પિટલના જુના બિલ્ડીંગનું રૂપિયા ૧૫ કરોડના ખર્ચે રિપેરીંગ કરવામાં આવનાર છે. તેમાં રીક્ટ્રો ફિટીંગ વર્ક મુજબ રિપેરીંગ કરવામાં આવશે.
તેમાં દરવાજા, બારી, બારણાં, પ્લાસ્ટર, સ્લેબ સરખા કરવા, કલર કામ સહિતની કામગીરી કરવામાં આવશે. જાેકે એક વર્ષ સુધી ચાલનારી રિપેરીંગની કામગીરી દરમિયાન દર્દીઓનું ઓપીડી અને આઇપીડી નિદાન અને સારવાર ચાલુ રહે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.છેલ્લાં કેટલાંક દિવસોથી સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જાેતા સુવિધા વધારવા માટે આવુ આયોજન કરવામા આવ્યુ છે.ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલનું આઠ માળનું નવું બિલ્ડીંગ આઠેક વર્ષ અગાઉ બનાવ્યું છે. ઉપરાંત ઓપીડીનું ચાર માળનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.
તેમ છતાં દર્દીઓના ધસારાને પગલે હોસ્પિટલના જુના બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં એક્સ-રે, બ્લડ બેન્ક, લેબોરેટરી, દવા, કેસ બારી, ગાયનેક ઓટી, એનઆઇસીયુ, જિલ્લા ક્ષય કેન્દ્ર સહિતના વિભાગો ચલાવવામાં આવી રહ્યા છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગનું રૂપિયા ૧૫ કરોડના ખર્ચે રિપેરીંગ પીઆઇયુ દ્વારા કરવામાં આવશે. જાેકે કોરોનાની મહામારી ચાલતી હોવાથી રિપેરીંગ કામગીરી થાય અને દર્દીઓને સારવાર મળી રહે તે મુજબ તબક્કાવાર રિપેરીંગની કામગીરી કરવામાં આવશે. હાલમાં સિવિલમાં જે બિલ્ડિંગ છે તે લગભગ ૮ વર્ષ પહેલા બનાવાયુ હતુ હોસ્પિટલમાં આવનારા દર્દીઓની સંખ્યાને જાેતા જૂના બિલ્ડિંગનો ઉપયોગ કરવો પડે છે.
Recent Comments