fbpx
ગુજરાત

ગાંધીનગર સેકટર – ૨૯નું આયુર્વેદ દવાખાનાનું સરનામું બદલાયું, હવે, સેકટર- ૨૮માં કાર્યરત

ગાંધીનગર જિલ્લાના શહેરી વિસ્તાર સેક્ટર ૨૯ ખાતે આવેલ સરકારી આયુર્વેદ દવાખાનું તથા આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ) નું મકાન સરકારી ક્વાર્ટરમાં કાર્યરત હતું. પરંતુ આ મકાન ભયજનક જર્જરિત આવાસ ની કક્ષામાં આવતા આ દવાખાનાને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવાની ફરજ પડી હતી. જે અંગે સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી આ દવાખાનું સેક્ટર ૨૮ ખાતે ઘ- ટાઇપ , બ્લોક નંબર- ૪૪/૧, આરાધના સ્કુલ સામે ખસેડવામાં આવ્યું છે. હવે સેક્ટર ૨૯નું દવાખાનું નિયમિત રીતે સેક્ટર ૨૮માં કાર્યરત રહેશે.

આ દવાખાનામાં આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરી નિઃશુલ્ક આયુર્વેદ ઔષધો આપવામાં આવે છે. આ ઉપરાંત યોગ નિષ્ણાંત દ્વારા યોગ અને આસનો શીખવવામાં આવે છે. ઘરઆંગણાના ઔષધો અને રસોડાના ઔષધોના ઉપયોગો અંગે માહિતી આપવામાં આવે છે. પ્રકૃતિ પરીક્ષણ કરી તાસીર મુજબ ખોરાક અને આચરણ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ માટે સારવાર અને માર્ગદર્શન આપવામાં આવે છે. રોગોની સારવાર મેળવવા માટે જ નહિ પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ આ સેવાઓ નો લોકો લાભ લે અને દવાખાનાંની મુલાકાત લે તેવો નગરજનોને અનુરોધ છે.

Follow Me:

Related Posts