ગાંધીનગર સૌરાષ્ટ્ર ઓઈલમિલ એસો.ના પદાધિકારી ઓએ મુખ્યમમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી
અમરેલીના જાણીતા ઓઈલમિલર કાંતિભાઈ વઘાસિયા, અનિલભાઈ મેતલીયા, ચિરાગભાઈ ગજેરા સહિતના ઉદ્યોગપતિ હાજર રહયાં.સૌ.ઓઈલમિલ એસો.ના પ્રમુખ કિશોરભાઈ વિરડીયાની આગેવાનીમાં સૌરાષ્ટ્ર ભરના ઓઈલમિલ સંચાલકોએ વિવિધ મુદાપર મુ.મંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેબલ-મિટીંગ કરી…સિંગના બગાડ,વીજબીલ વિ.પ્રશ્નોની ધારદાર રજુઆત
સૌરાષ્ટ્ર ઓઈલમિલ એસોસિએશન દ્વારા સોમાના પ્રમુખ શ્રી કિશોરભાઈ વિરડીયાના માર્ગદર્શન તથા આગેવાનીમાં સોમાની કારોબારી સમિતિના તમામ સભ્યશ્રીઓના ડેલીગેટ ગુજરાતના માન.મુખ્યમમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લઈને વિવિધ મુદાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. સૌરાષ્ટ્ર ઓઈલમિલ એસોસિએશન ની માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન સોમાની કારોબારીમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા તથા લેઉવા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઈ વઘાસિયા, જાણીતા ઓઈલમિલર અનિલભાઈ મેતલીયા, ચિરાગભાઈ ગજેરા સહિત સૌરાષ્ટ્ર ભરમાં જુનાગઢ,કેશોદ,ગોંડલ,જામખંભાળીયા,રાજકોટ,અમરેલી,જામનગર ના કુલ ૧૮ સભ્યો એ મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રીશ્રીને ચાંદીની મૂર્તિ આપીને સન્માનિત કરીને ઓઈલમિલર્સને સીંગના બગાડ, ૧૬ વર્ષનો વીજબીલનો પ્રશ્નજ, વીજબીલના ખોટા કેસ વિ.સમસ્યા ઓ બાબતે મુખ્યઈમંત્રીશ્રી સાથે એક કલાક ચર્ચા કરી હતી તથા ચર્ચાના અંતે મુ.મંત્રીએ તમામ સમસ્યા ઓના નિરાકરણની ખાત્રી આપી હતી.
Recent Comments