fbpx
ગુજરાત

ગાંધીનગર RTO કૌભાંડ : આરટીઓ ઈન્સ્પેકટરે ૨૦૦થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ

ગાંધીનગરમા ઇ્‌ર્ં કચેરીમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા આરટીઓ ઈન્સ્પેકટરે ૨૦૦થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી ડોકયુમેન્ટમાં છેડછાડ કરતા સાયબર ક્રાઈમે ૪૦૯ની કલમ ઉમેરી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગર ઇ્‌ર્ંમાં ફરજ બજાવતા ઈન્સપેકટર સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા તેમજ બે એજન્ટની ધરપકડ બાદ સાયબર ક્રાઈમે શરૂ કરેલી તપાસમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા મોટો ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેમા આરટીઓ અધિકારીઓએ સરકારી રેકોર્ડમા છેડછાડ કરીને ટેસ્ટ વગર ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કર્યા હોવાનુ તપાસમા ખુલ્યુ છે. સાયબર ક્રાઈમની ટીમે સરકારી રેકોર્ડમા છેડછાડ કરવા બદલ ૪૦૯ની વધુ એક કલમનો ઉમેરા કર્યો છે. સાયબરની ટીમ ગાંધીનગર ઇ્‌ર્ં તપાસ અર્થે ગયા ત્યારે રેકોર્ડ પુરાવામા અધિકારીઓનુ રજીસ્ટ્રેશનમા હાજરીના પુરાવા મળ્યા નહતા.

આ ઉપરાંત લાયસન્સ માટે અરજી અને તેના ડ્રાઈવીંગના વીડીયોના પુરાવા પણ મળ્યા નથી. આ પ્રકારે ૨૦૦થી વધુ લોકોને ટેસ્ટ વગર લાયસન્સ આપ્યા છે અને સરકારી રેકોર્ડમા છેડછાડ પણ કરી હોવાનુ તપાસમા ખુલ્યુ છે. લાયસન્સ કૌભાંડમા સાયબર ક્રાઇમે અગાઉ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે, ઇ્‌ર્ં અધિકારીની મિલી ભગતથી જ આ કૌભાંડ ચાલતું હતું. જેથી સાયબર ક્રાઈમે ગાંધીનગર આર ટી ઓમાં ફરજ બજાવતા સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા, બે એજન્ટ સહિત ચારની ધરપકડ કરી હતી. કારણ કે, પોલીસને મળેલા નવ લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં આઇ પી એડ્રેસ આર ટી ઓની બહારના હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ માટે આવતી અરજીને મંજુર કરવા માટેનો પાસવર્ડ માત્ર આર ટી ઓના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતાં પણ પકડાયેલ બન્ને ઇ્‌ર્ં અધિકારીએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો. આ રેકેટની તપાસ દરમ્યાન ઇ્‌ર્ંમા ચાલતા ગોરખધંધાનો પ્રર્દાફાશ થયો છે. ગાંધીનગરમા ઇ્‌ર્ં કચેરીમા ટેસ્ટ વગર ગેરકાયદે ઈસ્યુ થતા લાયસન્સમા હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલી છે. હાલમા સાયબર ક્રાઈમે ૨૦૦ જેટલી શંકાસ્પદ અરજીઓને લઈને તપાસ શરૂ કરી છે. આ અરજદારોની પણ કોઈ શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેમની વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહીને લઈને તપાસ શરૂ કરાઈ છે.

Follow Me:

Related Posts