ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
.- ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા.ડી.વાય.એસ.પી. સાહેબ ની અધ્યક્ષતામાં અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાનો એ ભાગ લઈ જીલ્લા નું નામ રોશન કર્યું.
ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ જવાનો નું વડોદરા જીલ્લા ના જરોદ મુકામે રાજ્યકક્ષા નો ૧૫ દિવસ નો લીડરશીપ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં અમરેલી સહિત ગુજરાત રાજ્યના ૧૯ જીલ્લા ના હોમગાર્ડ જવાનો ટ્રેનિંગ મેળવી રહ્યા છે. તેમાં બીજી ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની સુરક્ષા સેતુ સોસાયટી અને વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા ડી.વાય.એસ.પી. ડો.પી.આર.પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયો હતો આ તકે કેમ્પ કમાન્ડન્ટ રાણા સાહેબ અને કેમ્પ ઈન્સ્પેકટર ચુડાસમા સાહેબ, આર્મર મકવાણા સાહેબ, મેસ ઓફિસર રાજુભાઈ પરમાર આણદ, ઈન્સટ્રક્ચર પ્રભાતસિંહ બારીયા ગોધરા ના સફળ નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત તમામ જવાનો દ્વારા રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું હતું તથા કોરોનાં વાયરસ સામે રક્ષણ મેળવવા, માસ્ક પહેરવું, પોલીસ ની વિવિધ સેવાઓ, હોમગાર્ડ ની ફરજો અને કાયદો વ્યવસ્થા ની જાળવણી, સ્વચ્છતા, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્વ ની જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પ માં અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાન અમીતગીરી ગોસ્વામી, સુરેશ સોલંકી સાવરકુંડલા તથા શામજીભાઈ મકવાણા જાફરાબાદ એ અમરેલી જીલ્લા વતિ ભાગ લઈ અમરેલી જીલ્લા નું પ્રતિનિધિત્વ કર્યું હતું આ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ હોમગાર્ડ જવાનો ને શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments