અમરેલી

ગાંધી પરિવાર ના દેવાલય નો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો                                                  સ્વામી શ્રી શંકર ચેતન્યતીર્થજી જગન્નાથપુરી ઓડીશા ની પાવન નિશ્રા માં પ્રારંભ

દામનગર શહેર માં જેન વણીક ગાંધી પરિવાર દ્વારા નિર્માણ નૂતન મંદિર માં વિવિધ દેવાલય માં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ  

ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઓડિસા જગન્નાથપુરી પધારેલ સ્વામી શ્રી શંકર ચેતન્યતીર્થજી ની પાવન નિશ્રા માં નૂતન મૂર્તિ ની નગરયાત્રા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે ફરી ઠેર ઠેર વેપારી ઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ સાથે દર્શન પૂજન અર્ચન 

સમસ્ત જેન વણીક ગાંધી પરિવાર ના દેવાલય ના  ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ વિક્રમ સંવત ૨૦૮૧ ના મહા સુદ ૧૧.૧૨.૧૩ તા.૦૮/૦૨/૨૫ થી ૧૦/૦૨/૨૫ સુધી વિવિધ કાર્યક્રમો માં આજે નૂતન મંદિર માં પ્રખ્યાત શક્તિપીઠ શંખલ થી બહુચરાજી માતાજી નો આનંદ નો ભવ્ય ગરબો યોજાયો 

નયન રમ્ય ગાંધી પરિવાર ના દેવાલય માં  મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ના ધાર્મિક કાર્યકમો માં દેહશુદ્ધિ નગરયાત્રા ધાન્યધીવાસ મહા અભિષેક જલાધીવાસ ધૃતાધીવાસ શયાધીવાસ મૂર્તિ પ્રતિષ્ઠા શ્રી ફળહોમ મહાઆરતી પંચકુંડી મહાયજ્ઞ માં વિદ્વાન આચાર્ય નયન જોશી શાસ્ત્રી મહેશ પંડયા ના વ્યાસાસને ત્રિદિવસીય અખંડ યજ્ઞ આહુતિ આપશે સમસ્ત ગાંધી પરિવાર ના પુત્ર રત્નો અને પુત્રવધુ ઓ શંખલપુર શક્તિપીઠ ના પ્રખ્યાત બહુચરાજી માતાજી ના આનંદ ના ગરબા નું સવાર ના ૯-૦૦ થી સાંજ ના ૫-૦૦ સુધી અદભુત આયોજન અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો એ કર્યા પૂજન અર્ચન દર્શન  નૂતન મંદિર પ્રતિષ્ઠા મંદિર માં સ્થાપિત દેવ પ્રતિમા આઈ શ્રી ખોડિયાર માતાજી શ્રી સિંધવાય સિકોતર માતાજી શ્રી બહુચર માતાજી શ્રી હનુમાનજી શ્રી ગણપતિ શ્રી મેરખિયા વીર શ્રી બટુક ભૈરવ સહિત ના દેવ દેવી ઓની નૂતન મંદિર માં સ્થાપિત મૂર્તિ ઓની

ભવ્ય અને દિવ્ય નગર યાત્રા શ્રી વેજનાથ નગર સોસાયટી થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજમાર્ગો ઉપર  દર્શનીય નજારા સાથે શ્રી ખોડિયાર ચોક થઈ ને સુમન ભવન બ્રહ્મસમાજ વાડી યજ્ઞ શાળા માં પ્રવેશતા 

સમસ્ત ગાંધી પરિવાર ની બાળા દ્વારા ભવ્ય સામૈયા થી સત્કાર કરાયો અદમ્ય ઉત્સાહ ગાંધી પરિવાર ના દેવાલય ના ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજે ઓડિસા થી પધારેલ  સ્વામી શ્રી શંકર ચેતન્ય તીર્થજી  જગનાથ પુરી  ઓડીશા ની પાવન નિશ્રા માં રંગા રંગ પ્રારંભ કરાયો હતો નૂતન મંદિર ની મહત્તા વિશે મનનીય સદેશ આપતા સ્વામી શ્રી શંકર ચેતન્ય તીર્થજી મંદિર પ્રાર્થના પ્રકાશ અને શક્તિ નું મહાકેન્દ્ર છે દરરોજ ઈશ્વર ની પ્રાર્થના કરવાથી અંતકરણ પવિત્ર બને છે સ્વભાવ માં પરિવર્તન આવે છે હતાશા અને નિરાશા દૂર થાય મનની શાંતિ અને તાજગી થી દિલ માં ઉમંગ પ્રગટે અને જીવન જીવવાની પ્રેરણા આપતા મંદિર એ માનવ સમાજ માટે દુર્ગુણ નું ચિંતન અને પરમાત્મા ના ઉપકાર નું સ્મરણ કરાવે એજ સાચી પ્રાર્થના છે 

Follow Me:

Related Posts