અમરેલી

ગાંધી વિચારને જીવંત રાખતી લોકશાળા ખંડેર બની

70 વર્ષથી, આઝાદીના સમયથી જેનો પાયો ગાંધી વિચારના મૂલ્‍યોને જીવંત રાખવા નખાયો હતો અને સીતેર વર્ષથી બાળકોમાં ગાંધીના વિચારને અમર કરનાર ખડસલી લોકશાળા તૌકતે વાવાઝોડામાં તબાહ થઈ જવા પામી છે. અહીં મકાનો, રંગભૂમિ, ગૌશાળા, આંબા વાડી, ચીકુ વાડી સહિત અંદાજિત 1 કરોડ ઉપરનું નુકસાન આ ગાંધી વાદી સંસ્‍થાને થવા પામ્‍યું છે. અહીં લગભગ એક હજારથી વધુ વૃક્ષો હતા જે વૃક્ષો પણ જમીનદોસ્‍ત થઈ જવા પામ્‍યા છે. ત્‍યારે ચિંતા એ છે કે આ ગાંધી વિચારને પ્રજવલિત કરતી સંસ્‍થા ફરી કયારે બેઠી થશે તે માટે લોકોએ અહીં ભણેલા વિદ્યાર્થીઓએ સામેથી મદદે આવવું જરૂરી બન્‍યું છે. અહીં લોકશાળામાં ઘૂસતા જ જાણે સહારાના રણમાં આવી ચડયાનો ભાસ થાય છે. ચોતરફ વૃક્ષોનો અને પડી ગયેલા મકાનોનો કાટમાળ નજરે ચડે છે. સાવ નષ્‍ટ નાબુદ થયેલ ગોશાળા નજરે ચડે છે. એક સમયે નંદન વન સમીપ ભાસતી આ લોકશાળાના હાલ બેહાલ થયા છે. જેને પુનઃ કાર્યરત કરવા લોકોનો સહારો ઘણોજરૂરી છે. અને સરકાર પણ આ સંસ્‍થામાં આવી આ ગાંધી વિચારને વર્ણવતી શાળા ઘ્‍યાન દે તે જરૂરી છે ત્‍યારે હાલ તો સંસ્‍થાના અગ્રણી મનુભાઈ મહેતા ખડસલીના લોકો સહિત ખાદી સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિ અગ્રણી પરાગભાઈ ત્રિવેદી સહિત ગામના સરપંચ ચેતન સહિતની ટીમ અહીં કામે લાગી છે અને લોકો આ સંસ્‍થાને ફરી પુનઃ બેઠી કરવાના પ્રયાસ કરી રહયા છે.

Related Posts