દેશમાં જ્યાં ફરી કોરોના વાયરસના કેસ વધવાથી લોકો ચિંતિત છે, તો બીજી તરફ બ્લેક ફંગસનો એક કિસ્સો પણ સામે આવ્યો છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મ્યુકોર્માયકોસિસ એટલે કે કાળી ફૂગનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એક ન્યૂઝ એજન્સી ન્યુઝ અઢારને મળેલી માહિતી પ્રમાણે જાે તમને જણાવીએ તો ગાઝિયાબાદમાં આવેલી હર્ષ હોસ્પિટલમાં એક જ દર્દીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગનો પહેલો કેસ સામે આવ્યો છે. અને હાલમાં જાે આ દર્દીની ઉંમર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેનો કોવિડ ઇતિહાસ શું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાે જણાવીએ તો, આરોગ્ય કર્મચારીઓ મ્યુકોર્માયકોસિસથી પીડિત વ્યક્તિની સારી સંભાળ લઈ રહ્યા છે અને ડોકટરો પણ તેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે એપ્રિલ ૨૦૨૧ માં કોરોનાની બીજી લહેર પછી, કાળા ફૂગના હજારો કેસ નોંધાયા હતા, ત્યારબાદ સરકારે તેને મહામારી જાહેર કરી હતી. આ સાથે સફેદ અને પીળી ફૂગના કેસ પણ નોંધાયા હતા. શું હોય છે બ્લેક ફંગસ? તે..જાણો.. નિષ્ણાતોનું માનીએ તો શું થાય છે, તે સામાન્ય રીતે કોરોના દર્દીઓ દ્વારા સ્ટેરોઇડ્સના વધુ પડતા ઉપયોગને કારણે થાય છે. કેટલાક એવું પણ માને છે કે હોસ્પિટલમાં ઓક્સિજન લેતા દર્દીઓના સાધનોમાં જંતુરહિત પાણીનો ઉપયોગ ન કરવો અથવા તેમના જીવાણુ નાશકક્રિયા પણ આ ફંગલ રોગનું કારણ હોઈ શકે છે. શું હોય છે સ્ટરાઈલ પાણી? તે..જાણો.. આ જીવાણુમુક્ત પાણી છે, એટલે કે બેક્ટેરિયા અથવા અન્ય જંતુઓથી કોઈપણ રીતે મુક્ત. આ પાણી તબીબી સંશોધનમાં મહત્વનો ભાગ ભજવે છે.
જાે પ્રયોગશાળામાં કોઈપણ પ્રયોગ દરમિયાન પાણી જંતુરહિત ન હોય, તો તે પ્રયોગના પરિણામને અસર કરે છે એટલું જ નહીં, સંશોધન કરી રહેલા લોકોના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. સ્ટીરોઈડનો બિનજરૂરી અથવા વધુ પડતો ઉપયોગ પણ કાળી ફૂગના ફેલાવાનું એક કારણ હોવાનું કહેવાય છે. કોરોનાની સારવાર દરમિયાન સ્ટેરોઈડનો ઉપયોગ ડોક્ટરની સલાહ પર જ કરવો જાેઈએ. રોગના પ્રારંભિક તબક્કામાં સ્ટેરોઇડ્સ લેવાથી વિપરીત અસર થાય છે અને કોરોનાનો પ્રકોપ ઓછો થતો નથી, પરંતુ સ્ટેરોઇડ્સને કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ચોક્કસપણે ઘટી જાય છે. આ તે સમય છે જ્યારે કાળી ફૂગનો ચેપ થાય છે.





















Recent Comments