રાષ્ટ્રીય

ગાઝાની હોસ્પિટલ પરના હુમલામાં ઈઝરાયેલને અમેરિકાની ક્લિન ચીટ મળીગાઝાની હોસ્પિટલ પર હુમલો ઈઝરાયેલે નહીં પરંતુ ગાઝાની અન્ય કોઈ ટીમે કર્યો : જાે બાઈડન

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક સપ્તાહ કરતા વધુ સમય વીતી ગયો છે. પરંતુ હવે આ યુદ્ધ ધીમે ધીમે વધુ ગંભીર બની રહ્યું છે. આજે બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન, ઈઝરાયેલને વૈશ્વિક સમર્થન આપવા માટે તેલ અવીવ પહોંચ્યા હતા. ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પહોંચ્યા બાદ બાઈડને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને સ્પષ્ટ કહ્યું કે, એવું લાગે છે કે ગાઝાની હોસ્પિટલ પર હુમલો ઈઝરાયેલે નહીં પરંતુ ગાઝાની અન્ય કોઈ ટીમે કર્યો હતો.. ઇઝરાયલના પીએમ નેતન્યાહુને મળ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું, “ગાઝાની હોસ્પિટલમાં ગઇકાલે થયેલા વિસ્ફોટથી હું ખૂબ જ દુઃખી અને ગુસ્સે છું.” મેં જે જાેયું તેના આધારે, એવું લાગે છે કે હોસ્પિટલ પર હુમલો અન્ય કોઈ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો,

ઇઝરાયેલ દ્વારા નહીં. જાે કે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, એવા ઘણા લોકો છે જેઓ તેના વિશે ચોક્કસ કહી શકે તેમ નથી. બાઈડને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું કે, તેઓ એક સરળ કારણસર ઇઝરાયેલ આવ્યા છે. જાે બાઈડને વધુમાં કહ્યું, “હું ઇઝરાયલ અને વિશ્વના લોકોને જણાવવા માંગુ છું કે અમેરિકા કોની સાથે છે.” બાઈડને એ વાત પર પણ ભાર મૂક્યો કે હમાસ દ્વારા માર્યા ગયેલા લોકોમાં ૩૩ અમેરિકનો પણ હતા. “હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેમને માત્ર દુઃખ પહોંચાડ્યું છે,”.

તેમનું કહેવું છે કે અમેરિકા એ સુનિશ્ચિત કરશે કે ઈઝરાયેલ પાસે પોતાની સુરક્ષા માટે જરૂરી બધું જ છે.. હમાસ સાથેના યુદ્ધને રોકવા અને તેને હજુ પણ વ્યાપક સંઘર્ષમાં ફેરવાતું અટકાવવા માટે રાજદ્વારી પહેલના ભાગ રૂપે યુએસ પ્રમુખ જાે બાઈડન બુધવારે ઇઝરાયેલ પહોંચ્યા હતા. ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં ગઈકાલ મંગળવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. હોસ્પિટલ પરના હુમલાથી સમગ્ર મધ્ય પૂર્વ એશિયામાં આક્રોશ ફેલાયો છે. જે ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પડકારને વધુ મુશ્કેલ બનાવે છે. બાઈડને તેમના અગાઉના નિર્ધારિત કાર્યક્રમના ભાગ રૂપે જાેર્ડનની મુલાકાત પણ લેવાના હતા, પરંતુ વોશિંગ્ટન છોડતા પહેલા આરબ નેતાઓ સાથેની તેમની બેઠક રદ કરવામાં આવી હતી, જેનાથી સંઘર્ષની આ ક્ષણે નિર્ણાયક વાટાઘાટો માટે આરબ નેતાઓને સામ-સામે મળવાની તક દૂર થઈ હતી. બાઈડન હવે ફક્ત તેલ અવીવમાં જ રોકાશે,

જ્યાં તેઓ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની બેઠક દરમિયાન ગાઝામાં મહત્વપૂર્ણ માનવતાવાદી સહાય માટે માર્ગ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી અપેક્ષા છે.. અત્રે ઉલ્લેખનીય છે કે ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં મંગળવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. હમાસે વિસ્ફોટ માટે ઈઝરાયેલના હવાઈ હુમલાને જવાબદાર ઠેરવ્યા હતા, પરંતુ ઈઝરાયેલી સૈન્યએ કહ્યું હતું કે તે આ હુમલામાં સામેલ નથી અને આ વિસ્ફોટ પેલેસ્ટિનિયન રોકેટના નિષ્ફળ જવાના કારણે થયો હતો. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે ગાઝા પટ્ટીના સશસ્ત્ર હમાસના આતંકવાદીઓએ ગત ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર જમીન, આકાશ અને દરિયાઈ માર્ગેથી અચાનક હુમલો કર્યો. આ હુમલાના કારણે આશરે ૨,૭૭૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્‌સમાં ઈઝરાયેલના સત્તાવાર સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલમાં ઓછામાં ઓછા ૧,૪૦૦ ઈઝરાયેલી અને વિદેશી નાગરિકોના મોત થયા છે.

Related Posts