ગાઝાની હોસ્પિટલ પર હુમલાને લઈને આમને-સામને દાવા કરવામાં આવ્યાગાઝાની અલ અહલી હોસ્પિટલ પર હુમલામાં ૫૦૦થી વધારેના મોત થયા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ઉગ્ર બન્યું છે. આ દરમિયાન ઈઝરાયેલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં ૫૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે. હમાસે આ હુમલાને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ નરસંહાર ગણાવ્યો છે. ઈઝરાયેલે આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઈન્કાર કર્યો છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે આ દુર્ઘટના હમાસના રોકેટના મિસફાયરને કારણે થઈ હતી. હમાસે દાવો કર્યો છે કે આ હુમલો ઇઝરાયેલની સેના દ્વારા મધ્ય ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો.
આ હોસ્પિટલને ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવી છે.. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે ઈઝરાયેલી સેનાએ મોડી સાંજે અલ અહલી અબરી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા. જાેર્ડનમાં ઈઝરાયેલની એમ્બેસી પર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. ઇઝરાયેલી સેનાએ મોડી સાંજે અલ અહલી અબરી બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં હવાઈ હુમલાની કોઈપણ ઘટનાને નકારી કાઢી છે. સેનાનો દાવો છે કે હમાસના રોકેટના મિસફાયરને કારણે આ ઘટના બની છે.
સેનાનો દાવો છે કે હોસ્પિટલમાં હમાસના હથિયારોનો ભંડાર હતો અને હમાસના રોકેટના કારણે આટલી મોટી તબાહી સર્જાઈ હતી.. પેલેસ્ટાઈને પણ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને કારણે ગાઝાની અલ અહલી અરબ હોસ્પિટલ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, આ ઘટનામાં ૫૦૦ લોકો શહીદ થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઈઝરાયેલે આ હુમલામાં પોતાની કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. જાે આ હુમલાની પુષ્ટિ થાય છે, તો તે ૨૦૦૮ પછી ઇઝરાયેલનો સૌથી ઘાતક હુમલો હશે.
ઈઝરાયેલના હુમલા બાદ હમાસ હવે ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે. હમાસે કહ્યું છે કે આજની રાત કયામતની રાત હશે. હમાસે પોતાના નાગરિકોને આ યુદ્ધમાં જાેડાવા માટે કહ્યું છે. હમાસે કહ્યું છે કે દરેક મોતનો બદલો લેવામાં આવશે. આ વખતે વન ટુ વન ફાઈટ થશે.. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ કહ્યું કે, અમે ગાઝામાં બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર ઝાયોનિસ્ટ શાસનના હુમલાના જઘન્ય અપરાધની નિંદા કરીએ છીએ. આ હુમલામાં સેંકડો બીમાર અને નિઃશસ્ત્ર લોકો શહીદ અને ઘાયલ થયા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે ગાઝાથી મોટા સમાચાર મળ્યા છે. આ પ્રકારની ઘટના નિંદનીય છે અને તેને સ્વીકારી શકાય નહીં. માહિતી મળી રહી છે કે અલ અહલી અબરી બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં લગભગ ૩૫૦૦ લોકો હાજર હતા, જ્યાં મોડી સાંજે ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. હુમલા બાદ આખી હોસ્પિટલ ધરાશાયી થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.
Recent Comments