રાષ્ટ્રીય

ગાઝિયાબાદમાં થયેલી ગેંગરેપની ઘટનામાં હચમચાવી મૂકે તેવા થયા ખુલાસા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે મહિલાની બળાત્કારની ફરિયાદનો પર્દાફાશ કર્યો છે. ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે મહિલાની બળાત્કારની ફરિયાદનો મામલો ષડયંત્રનો એક ભાગ છે અને તેની પાછળ ૫૩ લાખ રૂપિયાની સંપત્તિનો વિવાદ છે. પોલીસે મહિલા દ્વારા મિલકત પડાવી લેવાના પ્રયાસમાં પાંચ લોકો પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવવા સંબંધિત મહિલા અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે ગેંગરેપ અને મારપીટનો આરોપ મૂકનાર મહિલા ખોટુ બોલી હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બુધવારે જણાવ્યું હતું કે ૩૬ વર્ષીય મહિલા બોરીમાં બંધ મળી આવી હતી અને તેના હાથ-પગ બાંધેલા હતા. તેમણે કહ્યું હતું કે મહિલાના પ્રાઈવેટમાં લોખંડનો સળિયો નાખવામાં આવ્યો હતો. પોલીસે દિલ્હી મહિલા આયોગના દબાણ હેઠળ કેસ નોંધ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન, એક અલગ કહાની સામે આવી. ગાઝિયાબાદ પોલીસે પાંચ પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર અને મારપીટ કરવામાં આવી હોવાના મહિલાના દાવાને ફગાવી દીધો.

પોલીસે દાવો કર્યો હતો કે મિલકત હડપ કરવા માટે સમગ્ર ‘કાવતરું’ ઘડવામાં આવ્યું હતું, જેને લઈ મહિલા અને આરોપિઓની વચ્ચે વિવાદ હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ કહ્યું છે કે મહિલા અને તેના પરિવારના સભ્યો દ્વારા વિરોધાભાસી નિવેદનો આપવામાં આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એફઆઈઆર નોંધાયા પછી, મહિલાના ભાઈએ દાવો કર્યો હતો કે ૧૬ ઓક્ટોબરે તેની બહેન તેનો જન્મદિવસ હોવાથી આવી હતી, ત્યારે પાંચ લોકોએ તેનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો અને તે ગાઝિયાબાદમાં મળી આવી હતી. ૧૮ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ગાઝિયાબાદમાં મળી આવી હતી. પોલીસનું કહેવું હતું કે , તેમને મહિલા એક કોથળામાંથી મળી આવી હતી, પરંતુ તેના શરીરનો ઉપરનો અડધો ભાગ બહાર હતો અને તે વાત કરી રહી હતી. તેના પછી તેને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં સૂત્રોએ કહ્યું કે તેને કોઈ આંતરિક ઈજા નથી થઈ, જાે કે ઈજાના નિશાન હતા અને તેની અંદરથી ૫-૬ સેમીનો વિદેશી વસ્તુ કાઢી નાખવામાં આવી હતી. વિશ્લેષણ માટે પોલીસને મોકલવામાં આવી હતી.

તપાસકર્તાઓએ આ અંગે વધુ વિગતો આપી ન હતી. હાલમાં, મહિલા ડૉકટરોની દેખરેખ હેઠળ છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવી નથી. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સબ-ડિવિઝનલ ઓફિસર આલોક દુબેએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ ૪૨૦ (છેતરપિંડી અને અપ્રમાણિક રીતે સંપત્તિ મેળવવાનો પ્રયાસ) મહિલા અને તેના સહયોગીઓ-આઝાદ, અફઝલ અને ગૌરવ વિરુદ્ધ કલમ ૪૬૭ (મૂલ્યવાન સંપત્તિ મેળવવાનું કાવતરું), ૪૬૮ (છેતરપિંડી કરવાના ઇરાદાથી બનાવટી) અને ૪૭૧ (કોઈપણ જાણીતા કાલ્પનિક દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી અથવા અપ્રમાણિકપણે) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ જે પાંચ લોકોને આરોપી બનાવ્યા છે, તેમનો મહિલાની સાથે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગાઝિયાબાદ પોલીસે બુધવારે કહ્યું હતું કે, મહિલાના આરોપો પછી પાંચ શંકાસ્પદમાંથી ચાર લોકોની ધરકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુરુવારે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું ચારને ‘ક્લીન ચિટ’ આપવામાં આવશે, મેરઠના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે કહ્યું હતું કે, “અમને તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. પ્રથમ દૃષ્ટિએ, આ કેસમાં આવી કોઈ ઘટના બની નથી.”

તેથી પુરાવા મેળવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મહિલાના દાવા પર કે તેણીનું અપહરણ કરવામાં આવ્યું હતું, કુમારે કહ્યું, “ના. તેણી પોતાની મરજીથી સંબંધિત જગ્યાએ ગઈ. તેણે એમ પણ કહ્યું હતું કે પોલીસને મહિલા દ્વારા કરવામાં આવેલી વાતચીતના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ બાબતને જાહેર કરવા માટે લોકોને પૈસા આપવામાં આવ્યા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે તેની સાથે બે દિવસ સુધી પાંચ શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે આ ઘટનાએ તેમને ર્નિભયાની ઘટનાની યાદ અપાવી છે. કમિશને આ મામલે ગાઝિયાબાદ પોલીસને નોટિસ પણ પાઠવી હતી. દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગે શુક્રવારે જણાવ્યું હતું કે ગાઝિયાબાદમાં સામૂહિક બળાત્કારનો દાવો કરનાર મહિલા અને તેના પરિવારના સભ્યોના નિવેદનો વિરોધાભાસી છે.

Related Posts