અમરેલી

ગામડા માં એકલા રહેતા વડીલો એ અજાણી વ્યક્તિ ને ઘર માં પ્રવેશ પહેલા ચેતવા જેવું ધામેલ ગામે સેલ્સ મેન બની આવેલ અજાણ્યા ઈસમો એ બે તોલા ની સોના નો માળા ઝૂંટવી લીધી દરવાજો બહાર થી બંધ કરી જતા રહ્યા 

દામનગર ના ધામેલ ગામે બપોર ના સમયે વાસણ ધોવા ના લિકવિડ વેચવા ના નામે સેલ્સ મેન ની ઓળખ આપી ટુવહીલ ઉપર આવેલ બને ઈસમો સોના ની માળા લૂંટી દામનગર તરફ પલાયન ગામડા માં એકલા રહેતા વડીલો માટે ચેતવા જેવું દામનગર ના ધામેલ ગામે આવી રીતે લૂંટ કરતા ઈસમો એ તા.૨૦/૪/૨૦૨૪ ને શનિવારનાં રોજ ગામ -ધામેલ તાલુકો – લાઠી જીલ્લો – અમરેલી ગામની અંદર રહેતા અને ખેતી કામ કરતા એક પરિવારના ઘરે બપોરે ૧૨-૩૦ વાગે વાસણ ધોવાનું લિક્વિડ વેચવાને  બહાને બે સેલ્સમેન જેવી દેખાતી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી અને વાસણ ધોઈ રહેલ બહેનના ગળામાંથી બે  તોલાની માળા જૂટવી ડેલો બહારથી બંધ કરી દામનગર તરફ પલાયન કરી ગયેલ છે.તે એક cctv માં દેખાય છે પરંતુ હાલ સુધી પકડાયેલ નથી.તો દરેક ગામડાનાં લોકોને વિનંતી કે આ લૂંટારાઓ અંગે કોઈ જાણકારી મળે તો જાણ કરવા વિનંતી.અને દરેક લોકો પણ આવા સેલ્સમેન સ્વરૂપે આવતા અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ ન આપવા અને શંકાસ્પદ જણાય તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરવા વિનંતી.

Related Posts