અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસથી અમરેલી જીલ્લાના ખેડૂતોના હીતમાં ગામ નમૂના નં. ૭ ના પાનીયા અલગ કરવાના કામે કલેકટર,
અમરેલી દ્વારા સુધારા/માગૅદશૅન પરીપત્ર કરવામાં આવેલ છે. આ તકે સાંસદ એ જણાવેલ છે કે, તેઓના અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના રાજુલા–જાફરાબાદ–ખાંભા વિધાનસભાના પ્રવાસ દરમ્યાન ખેડૂતો દ્વારા સદર પ્રશ્ન અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલ હતો. ખેડૂતો તરફથી જે તે સમયે ભાઈઓ ભાગ પાડવા (વહેંચણી કરવા) કે પૈકી વેચાણ કરવા માટે કરેલ અરજ અહેવાલ અન્વયે સરકારના પરીપત્ર નં. સીટીએસ/૧૩ર૦ર૦/૧૯૧/હ તા. ૭/૮/ર૦ર૦ મુજબ ગામ નમુના નં. ૭ ના પાનીયા જમીન માપણી કયૉ વગર બનતા ન હતા.
જે તે સમયથી આ પરીપત્ર સરકારશ્રી દ્વારા ર૦ર૦માં કોઈપણ પ્રકારની વહેચણી કરવા કે પૈકી વહેચાણ કરવા માટે પાનીયા અલગ ન કરવા સુચના થઈ આવેલ હતી. જેના લીધે ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી. જે સંદભેૅ કરવામાં આવેલ રજૂઆતોના પરીણામ સ્વરૂપે સરકારશ્રી દ્વારા નવો પરીપત્ર નં. સીટીએસ/૧૩ર૦રર/૧પ૦૮/હ તા. ર૩/૯/ર૦રર થી પાનીયા સીધા અલગ કરવા પરીપત્ર થયેલ હતો અને તે મુજબ પાનીયા સીધા જ અલગ થઈ રહયા છે. પરંતુ આ સમય દરમ્યાન જે ખેડૂતોએ વહેચણી કે વેચાણ કરવા અરજ કરેલ હતી તેવા ખેડૂતોને પાનીયા અલગ થતા નથી.
જેના લીધે આવા ખેડૂતોને પાક ધિરાણ કે બીજા કોઈ સરકારી કામકાજ કે સરકારી સહાયનો લાભ મળતો બંધ થવા પામેલ. સાંસદશ્રીએ આ અંગે વધુમાં જણાવેલ છે કે, સરકારશ્રી તરફથી પાનીયા અલગ કરવાના કામે વષૅ:ર૦રર માં પરીપત્ર કરી આપવામાં આવેલ છે પરંતુ વષૅ:ર૦ર૦ ના જૂના પરીપત્ર અને વષૅ:ર૦રરના નવા પરીપત્રના સમય દરમ્યાન જે ખેડૂતોના પાનીયા અલગ થવા પામેલ ન હતા તેવા ખેડૂતો માટે પ્રશ્ન જીલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિમાં ઉઠાવેલ હતો.
જેના પરીણામ સ્વરૂપે આજ તા. ૧૬/૦ર/ર૦ર૩ ના રોજ કલેકટરશ્રી, અમરેલી દ્વારા પરીપત્ર ક્રમાંક નં. ચિ/જમન/૧/વશી/૧પ૧૦/ર૦ર૩ અન્વયે મામલતદાર કચેરી ખાતે ગામ નમુના નં. ૭ ના પાનીયા અલગ કરવા માટેની અરજી રજૂ થયેથી સબંધિત મામલતદાર દ્વારા પાનીયા અલગ કરવા સુધારા હુકમ કરી ગ્રામ દફતરે અમલવારી કરવા પરીપત્ર થયેલ છે. જેથી જે તે સમયે પાનીયા અલગ ન થયેલ ખેડૂતો સબંધિત મામલતદાર પાસે અરજી કરી ૭/૧ર ના પાનીયા અલગ કરી શકશે તેમ સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments