જયભારત સાથ ઉ૫૨ોકત વિષય અન્વયે જણાવવાનું કે, અમરેલી શહેરમાં વોર્ડ નં.૯ માં ગાયકવાડ સ૨કા૨ના સમયથી આવેલ “હ૨ીઆલાનું નાળા” તરીકે ઓળખાતુ નાળુ હાલમાં ખુબ જ જર્જરીત હાલતમાં છે અને અમરેલી શહે૨ના તમામ વિસ્તા૨ની જે ભુગર્ભ ગટર આવેલ છે તે ગંદાપાણીનો નિકાલ આ નાળા મા૨ફતે થતુ હોય, આ નાળાની હાલત અતિ ગંભીર હોય, ગમે ત્યારે આ નાળુ તુટી પડે તેમ હોય જેથી કોઈ આકસ્મિક બનાવ બને તેવી પણ શક્યતાઓ છે. જેથી આ નાળાને પુલ તરીકે ફ૨ીથી બનાવવાની તાત્કાલીક આવશ્યકતા છે તેમજ હાલમાં આ વિસ્તારમાં નિકળતા લોકોને આ નાળુ ખુબ જ જર્જરીત અને બિસ્માર હાલતમાં હોય, ગંદકીનો ભ૨ાવો થતો હોય અત્યંત દુર્ગંધ ફેલાવે છે અને ગંદકીના કા૨ણે ઝે૨ી મચ્છરોનો ઉપદ્રવ થતો હોય જેથી આ વિસ્તા૨માં રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોય જે આ નાળુ પુલ તરીકે બનાવવામાં આવે તો આ તમામ પ્રશ્નોનું નિરાક૨ણ થાય તેમ હોય જેથી સત્વરે આ અરજને ધ્યાને લઇ યોગ્ય ક૨વા વિનંતી.
ગાયકવાડી સમયના વખતથી આવેલ હરીઆલાનું નાળુ ફ૨ીથી પુલ તરીકે બનાવવા બાબત.



















Recent Comments