ગાયત્રી મંદિર ખાતે તન્ના પરિવાર ના સૌજન્ય થી સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત નેત્રયજ્ઞ એવમ આર્યુવેદીક નિદાન કેમ્પ યોજાયો શ્રી મનીષાબેન વિનંતીરાય તન્ના ના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવાર ના આર્થિક સૌજન્ય થી દર્દી નારાયણો ને અલ્પહાર ની સેવા પ્રાપ્ત થયેલ સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ મોતિયા ના દર્દી ઓને નેત્રમણી આરોપણ માટે રાજકોટ લઈ જવાશે દર્દી ઓ માટે સંપૂર્ણ મફત રહેવા જમવા દવા ટીપાં ચશ્માં લાવવા લઈ જવા સહિત ની સેવા પ્રાપ્ત થનાર છે આ સેવા યજ્ઞ નો પ્રારંભ તન્ના પરિવાર ના કર્મચારી ઓના વરદહસ્તે કરાયો હતો ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો એ નેત્રયજ્ઞ નો લાભ મેળવ્યો હતો નેત્રયજ્ઞ સ્થળે આર્યુવેદીક નિદાન કેમ્પ પણ યોજાયો હતો અસંખ્ય સ્વંયમ સેવકો એ આ સેવાયજ્ઞ માં હાજરી આપી નીસ્વાર્થ સેવા આપી હતી કેમ્પ ને સફળ બનાવ્યો હતો
Recent Comments