ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિતશ્રી લેઉવા પટેલ સમાજ અગ્રણી ઝવેરભાઈ શંભુભાઈ નારોલાના સહયોગ થી નેત્રયજ્ઞ,સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
દામનગર શહેર માં શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત નેત્રયજ્ઞ માં શ્રી લેઉવા પટેલ સમાજ અગ્રણી ઝવેરભાઈ શંભુભાઈ નારોલા ના સહયોગ થી નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર વિના મૂલ્યે કરતા આ સેવા યજ્ઞ માં નેત્રમણી આરોપણ દર્દી નારાયણો ને લાવવા લઈ જવા રહેવા જમવા આંખ ના ટીપાં દવા ચશ્માં ધાબળો અલ્પહાર સંપૂર્ણ મફત આપનાર છે સર્વ રોગ નિદાન કેમ્પ માં ગુજરાત સરકાર ના ગાંધીનગર આર્યુવેદીક દવાખાના વિભાગ ના અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત દવાખાના ના તબીબ ડો જેઠવા સાહેબ ની સેવા એ સર્વરોગ નિદાન કેમ્પ માં સેવા આપી હતી આ સેવાયજ્ઞ નો પ્રારંભ ઝવેરભાઈ શંભુભાઈ નારોલા સેવાદાસબાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર મહંત ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી કરાયો હતો આ સેવાયજ્ઞ માં દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર રમેશભાઈ જોશી શાસ્ત્રી મહેશભાઈ પંડયા ભરતભાઇ ભટ્ટ ધીરુભાઈ ભટવદર કિશોરભાઈ વાજા જયેશભાઇ જોશી રામભાઈ પરમાર સહિત ના સ્વંયસેવકો એ સેવા આપી હતી
Recent Comments