ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ યોજાયો (કામા) પરિવાર ના સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ના પુત્ર રત્ન પંકજભાઈ નારોલા ના આર્થિક સહયોગ થી યોજાયેલ નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ રોગ ની સંપૂર્ણ વિના મૂલ્યે તપાસ સારવાર કરતી અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો ધરાવતી સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ મોતિયા ના દર્દી નારાયણો ને નેત્રમણી આરોપણ સાથે ચશ્માં દવા ટીપાં રહેવા જમવા ધાબળો અલ્પહાર સહિત દર્દી ઓને લઈ જવા અને ઓપરેશન બાદ પરત મૂકી જવા ની સેવા સાથે ના આ સેવા યજ્ઞ માં દામનગર શહેરી વિસ્તાર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ નેત્રયજ્ઞ નો લાભ મેળવ્યો હતો નેત્રયજ્ઞ માં દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર જયુભાઈ જોશી લાભુભાઈ નારોલા ભરતભાઈ ભટ્ટ રામભાઈ પરમાર રમેશભાઈ જોશી દિલીપભાઈ પરમાર ધીરૂભાઇ ભગત કોશિકભાઈ બોરીચા મહેશભાઈ પંડયા સહિત અસંખ્ય સ્વંયમ સેવકો એ સેવા આપી હતી
Recent Comments