ગારિયાધાર તાલુકાના માંડવી કેન્દ્રવર્તી શાળા વતી શ્રી વિનય મંદિર ગ્રાન્ટેડ નિવાસી પ્રાથમિક શાળા ખાતે માંડવી, માનપુર, જાળિયા, ભમરિયા, મોટીવાવડી કન્યા તથા કુમાર શાળા, ખારડી, આમ માંડવી કેન્દ્રવર્તી શાળાના બાળકો દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં દરેક બાળકોએ અલગ અલગ કૃતિ રજૂ કરી હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, સંગીત કૌશલ્ય, બાળગીત જેવી કલાકૃતિમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યાં હતાં. પ્રથમ નંબર ને રૂ.૩૦૦/-બીજા નંબરને ૨૦૦/- ત્રીજા નંબરને ૧૦૦/- એમ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં હતાં. આભારવિધિશ્રી ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુરના નિયામકશ્રી કરશનભાઈ ડાંગરે કરી હતી. આ કાર્યકમને સફળ બનાવવાં માટે સી.આર.સી. શ્રી બીપીનભાઈ આલ, માંડવી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પરમાર તથા વિનય મંદિર ગ્રાન્ટેડ નિવાસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કેતનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments