ગારીયાધરનાં ગુજરડા અને ભંડારીયા ગામે વરસાદી પાણીનો નિકાલ, ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી

ભાવનગર જિલ્લાના ગારીયાધર તાલુકાના ગુજરડા અને ભંડારીયા ગામે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત વરસાદી ભરાયેલ પાણીનો નિકાલ, પાણીમાં ક્લોરીનેશન નાખવાની કામગીરી તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.આમ, ભાવનગર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરીને ‘સ્વચ્છતા અભિયાન’ને વધુ વેગવાન બનાવ્યું છે.
Recent Comments