ભાવનગર

ગારીયાધારના મોર્ડન વિલેજ પરવડી ગામ અગ્રણીઓ ગાંધીનગર ખાતે રૂપાણીની મુલાકાતે


ગારીયાધાર તાલુકા ના પરવડી ગામ વતન પ્રેમી પ્રવિણભાઈ ખેની પરવડી ગામ પ્રત્યેની લાગણી થી
તા ૧૬/૮/૨૧ નારોજ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરી  પ્રવિણભાઈ ખેની,વેલજીભાઈ ગોયાણી મનોજભાઈ ખેની (શાયર) મીલનભાઈ જોશી વિગેરે એ મુલાકાત કરી અને પરવડી ગામ ના તળાવ ચેકડેમ ઊંડા કરી જળ સંસાધન પ્રવૃત્તિ અંતર્ગત  જળ સંગ્રહ શક્તિ માટે રજુઆત કરી  તળાવ ચેકડેમ પાણીથી ભરવા માટે અને શિક્ષણ સુવિધા માટે અવગત કર્યા હતા 
પરવડી ગામ ને સુવિધા યુક્ત  ધોરણ ૧૧-૧૨ આર્ટસ કોમર્સ અભ્યાસ ગ્રામ્ય કક્ષા એથી થઈ શકે સ્થાનિક   યુવક યુવતીને ભણવા માટે બહાર ન જવું પડે તે માટે પરવડી ગામ ના આંગણે જ ૨૦૦૭ મા હાઈસ્કુલ  ઊભી કરેલ છે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા  ઉદ્દઘાટન કરેલ, જેમને હાલ ગુજરાત ના ભાવનગર જિલ્લાની સવેઁ સ્કુલમા મોટામાં મોટી કોમ્પુટર લેબ બનાવી એક્ષલન્ટ સ્કુલનુ બિરુદ પણ મળ્યું એ કોમ્પુટર લેબનુ ઉદ્દઘાટન સ્થાનિક ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ના કાર્યકાળ દરમ્યાન જ તેવો ના વરદહસ્તે જ કરાયું છે પરવડી કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ખેની તેમજ ગામ પ્રત્યે બહુજ લાગણી થી કેળવણી ક્ષેત્રે ઉદારહાથે સખાવત કરતા ઉદારદિલ કેળવણી રત્ન  જયેશ દેસાઈ મંત્રી મહેશભાઈ ખેની વિગેરે ના સહયોગ થી કેળવણી ક્ષેત્રે ઉત્તમ સુવિધા નિર્માણ થતા ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ આ અંગે હકારાત્મક અભિગમ સાથે મદદ કરે તેવી રજુઆત કરી હતી

Related Posts