ભાવનગર

ગારીયાધારના વાવપ્લોટ પ્રા. શાળાના શિક્ષક ગિરીશકુમાર ધારૈયા “ગગન” શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા

ભાવનગર શિક્ષકદિન નિમિતે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શ્રી વાવપ્લોટ પ્રા. શાળા ગારિયાધારના શિક્ષકશ્રી ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયા શ્રેષ્ઠ શિક્ષક  પારિતોષિકથી સન્માનિત. ભાવનગર જિલ્લાની ગારિયાધાર તાલુકાની શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળા : ગારિયાધારના મદદનિશ શિક્ષક શ્રી ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયાનું 5 – મી સપ્ટેમ્બર :2021: શિક્ષક દિન નિમિતે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ગારિયાધાર તાલુકા પારિતોષિક – એવૉર્ડ 2021 થી સન્માનિત કરવામાં આવેલ છે. (માં) જેટલું સ્તર ધરાવતા માસ્તર “ગગન” નું ગદગદિત કરતું બહુમાન અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા સાહેબ સાંસદશ્રી ભારતીબેન શિયાળ ભાવનગર કલેકટર સાહેબશ્રી  ડીઈઓશ્રી એન. જી. વ્યાસ સાહેબ  ડીપીઈઓશ્રી મિયાણી સાહેબ  નાયબ ડીપીઈઓશ્રી મીતાબેન દુધરેજીયા સાહેબ ભાવનગર ડીડીઓ સાહેબ શ્રી શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી કમુબેન  પ્રાચાર્યશ્રી હિરેનભાઈ ભટ્ટની ઉપસ્થિતીમાં ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયાનું ચેક  પ્રમાણપત્ર  પ્રશસ્તિપત્ર  શાલથી સન્માનિત થતા શાળા અને શિક્ષક સમાજ : પરિવારનું ગૌરવ વધારતા લાખ લાખ અભિનંદન.

Related Posts