ભાવનગર લોકલક્રાઈમબ્રાન્ચની ટીમે ગારીયાધાર તાલુકામાં પેટ્રોલીંગ દરમ્યાન લાઈવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતાં બે શખ્સોને ગારીયાધાર શહેરમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબી તથા પેરોલફર્લોસ્કવડ ગારીયાધાર તાલુકામાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે ગારીયાધાર શહેરમાં માળી સોડા ઝોન નામની દુકાન પાસે બે શખ્સો મોબાઈલ એપ મારફતે ક્રિકેટમેચ પર સટ્ટો રમાડે છે જે હકીકત આધારે ટીમે સ્થળપર પહોંચી ત્રણ મોબાઈલ માં એપ ડાઉનલોડ કરી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટમેચ પર સટ્ટો રમાડતાં તૌસીફ કરીમ પઠાણ ઉ.વ.૩૩ રે.ઘાંચીવાડ ગારીયાધાર તથા સોહરાબ અલી સમા ઉ.વ.૩૯ રે.મફતપરા નવાગામ રોડ ગારીયાધાર વાળાને ૩ એન્ડ્રોઈડ મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૪૭,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી બંને સટ્ટોડીયા વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
ગારીયાધારમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતાં બે ઝડપાયા, ૪૭ હજારનો મુદ્દામાલ જપ્ત

Recent Comments