ભાવનગર

ગારીયાધારમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના વિચારો અમલીકરણ અર્થે તા.૨૩ જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી, ગારીયાધાર ખાતે સવારના ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ વર્કશોપમાં ગારીયાધાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

        આં ઉપરાંત ગારીયાધાર તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતનાં સદશ્યો  જિલ્લા પંચાયતનાં સદ્સ્યશ્રીઓ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રી, આઇ.આર.ડી.પી સ્ટાફ તથા ગામનાં આગેવાન ભાઇઓ તથા બહેનો હાજર રહ્યાં હતાં.

Related Posts