ગારીયાધારમાં ચુંટણી કામગીરી અંગે તાલીમ વર્ગ યોજાયો 
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગરનાં ગારીયાધારમાં ખાતે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓની તાલીમ યોજાઇ હતી.
આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચુંટણી અધિકારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો,વોટીંગનાં દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ અંગે જાણકારી આપી હતી.
આ તાલીમમાં થિયરી તાલીમ તથા EVM, VVPAT સહિતની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ગારીયાધાર મામલતદારશ્રી આર. એસ. લાવડીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી (તાલીમ )શ્રી તપન વ્યાસ દ્વારા ઈલેક્શન કમિશનની સૂચના મુજબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments