ગારીયાધાર કે વી વિદ્યાલય ખાતે સુદર્શન નેત્રાલય નો ૨૫ મો નેત્રયજ્ઞ યોજાયો
ગારીયાધાર કે વી વિદ્યાલય સંકુલ ખાતે આજ રોજ સુદર્શન નેત્રાલય (આંખની હોસ્પિટલ) અમરેલીના સહયોગથી (૨૫) મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિનામૂલ્યે આંખોનું નિદાન તથા મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે. તેમજ રાહત દરથી વેલ અને ઝામરના ઓપરેશન કરવામાં આવે છે. નજીકના તથા દૂરના નંબરના ચશ્મા પણ રાહત ભાવે આપવામાં આવે છે.આજના આ નિદાન કેમ્પમાં ૨૬૩ થી વધારે દર્દીઓએ લાભ લીધો. આજે મોતિયાના ઓપરેશન માટે ૩૫ દર્દીઓને સુદર્શન હોસ્પિટલ અમરેલી ખાતે લઈ જવામાં આવ્યા સંસ્થામાં થયેલા પચ્ચીસમા કેમ્પ દરમિયાન આજ સુધીમાં ૧૦૮૬ જેટલાં મોતિયાના અને ઝામર, વેલના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. સુદર્શન નેત્રાલય અમરેલી હોસ્પિટલનું કામ જ એટલું પરફેક્ટ છે કે ઓપરેશન બાબતે આજ સુધી કોઈપણ દર્દીને તકલીફ પડી હોય એવી એક પણ ફરિયાદ નથી મોતીયા, જામર, વેલ વગેરે જેવી આંખની તકલીફથી પીડાતા દર્દીઓ અમારાં આ સેવાયજ્ઞ (વિના મૂલ્યે થતા નેત્ર નિદાન કેમ્પ)માં મોટી સંખ્યામાં લાભ મેળવી શકે, તેવો પ્રચાર અને પ્રસાર કરીને કે વી વિદ્યાલય ની નિસ્વાર્થ સેવાના સહભાગી બની રહી છે કહેવત છે કે….આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે છે’ હવે પછીનો આગામી કેમ્પ: તા.૦૫ – ૧૧ – ૨૦૨૩ના રોજ છે.કેમ્પનું સરનામું કે. વી. વિદ્યામંદિર, વી. ડી. વાઘાણી વિદ્યા સંકુલ.પાલીતાણા રોડ, ગારીયાધાર.
Recent Comments