ભાવનગર

ગારીયાધાર તાલુકાનાં સહકારી ખરીદ વેચાણ સંધ લિ.નાં સભાસદોની યાદી જાહેર કરાઇ

ભાવનગર જિલ્લાનાં પાલીતાણા સબ ડીવીઝનનાં ગારીયાધાર તાલુકાનાં સહકારી ખરીદ વેચાણ સંધ લિ. મુ.ગારીયાધારનાં સભાસદ થયેલ જે તે મંડળીઓ માટેનાં તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર મતદાર મંડળમાંથી ઉકત સહકારી સંધની વ્યવસ્થાપક સમિતિનાં સભ્યોની ચૂંટણીનાં પરીણામની જાહેરાત ચુંટણી અધિકારી અને મામલતદારશ્રી ગારીયાધારએ તા.૨૫/૦૯/૨૦૨૨ થી નમુનો-૧૫ માં નિયમ-૬ર અન્વયે પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતા ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચુંટણી બાબતના નિયમો-૧૯૮૨ નાં નિયમ-૬૮ અન્વયે નાયબ કલેકટર, પાલીતાણા જિ.ભાવનગર દ્વારા ચુંટાયેલા જાહેર કરાયેલા સભ્યો તરીકે તેઓના નામો આથી પ્રસિધ્ધ કરેલ છે.

 જેમાં શ્રી કેતનભાઇ વ્રજલાલ કાંત્રોડીયા, શ્રી ધનજીભાઇ મોહનભાઇ ઘેલાણી, શ્રી કરશનભાઇ ખોડાભાઇ જીવાણી, શ્રી અરજણભાઇ વશરામભાઇ આલ, શ્રી અરવિંદભાઇ ધરમશીભાઇ માવાણી, શ્રી હસમુખભાઇ માધવજીભાઇ મોરડીયા, શ્રી પોપટભાઇ હરીભાઇ ગોગદાણીને ચુંટાયેલા જાહેર કરાયેલા સભ્યો તરીકે તેઓના નામો પ્રસિધ્ધ કરેલ છે.

Related Posts