ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોજે પરવડી ગામના ૯૬ વર્ષિય તેજુબેન રવજીભાઇ ખેની મતદાર જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બની મતદારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.સેલ્ફી ”હું અવશ્ય મતદાન કરીશ” ના શપથ કેમ્પેઇનમાં સહભાગી થઇ તેમણે મતદારોને અચુક મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ગારીયાધાર તાલુકાના પરવડી ગામના ૯૬ વર્ષિય તેજુબેન ખેની મતદાર જાગૃતિ કાર્યક્રમમાં બન્યા સહભાગી

Recent Comments