ગારીયાધાર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી., ગારીયાધારની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી કરવાની થાય છે. ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિઓની ચૂંટણી બાબતના નિયમ-૧૯૮૨ ના નિયમ ૯ અને ૧૦ અન્વયે ઉપરોક્ત સહકારી ખરીદ વેચાણ સંઘના ઉપનિયમોમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણેના મતદાર વિભાગો માટે નીચે જણાવ્યાં પ્રમાણે ચૂંટણી અધિકારી તરીકે મામલતદારશ્રી, ગારીયાધાર તાલુકો અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારશ્રી (મહેસૂલ), ગારીયાધારની નિમણૂંક કરવામાં આવી છે તેમ ચૂંટણી સત્તાધિકારી, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને પ્રાંત અધિકારીશ્રી, પાલીતાણાની યાદીમાં જણાવાયું છે.
ગારીયાધાર તાલુકા ખરીદ વેચાણ સંઘ લી., ગારીયાધારની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી

















Recent Comments