ભાવનગર

ગારીયાધાર ના માંડવી કર્તવ્ય ગૌસેવા ગ્રુપ સુરત અને માંડવી ના યુવાનો નું સહિયારૂ પરમાર્થ સૂક્ષ્મ અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ

ગારીયાધાર ના માંડવી આપણી સનાતન અને પૌરાણિક સંસ્કૃતિ મા ઉનાળાની ઋતુ દરમ્યાન કીડીયારૂ પુરવાનું એક આગવું મહાત્મય રહેલું છેત્યારે  ગારિયાધાર ના માંડવી ગામે તા૨૧/૫/૨૨ ને શનિવાર ના રોજ કર્તવ્ય ગૌસેવા ગ્રુપ સુરત  અને માંડવી ના યુવાનો ના સહિયારા સેવા-પ્રયાસ થી  કીડીયારૂ ની સરસ સેવા કરવા મા આવી હતીજેમાં યુવાનો દ્વારા  શ્રીફળ મા વિંધ પાડી તેમાં લોટ,ગોળ અને તેલ નું બુરૂ બનાવી તેમાં ભરી  ટોપરું સહિત ખાદ્ય દ્રવ્ય વરસાદ પલળે તો પણ આહાર મળે એવા ઉમદા હેતુ એ આવા શ્રીફળો ગામ ની નજીકના ગાઢ વૃક્ષો વાળા વિસ્તારો મા વૃક્ષ કે બાવળ ના થડીયે વેરાન વગડા ઓમાં મુકવામાં આવ્યા હતાકર્તવ્ય ગૌસેવા ગ્રુપ નો હેતુ હંમેશા મૂંગા જીવ ની સેવા અને તેની આંતરડી ઠારવાનો સુંદર પ્રયાસ કરાયો હતોકર્તવ્ય ગૌસેવા ગ્રુપ ના યુવાનો દ્વારા સુરત ની જેમ માંડવી ગામ મા પણ ખુબ સરસ  સેવાનો નવો ચીલો ચીતરવા મા આવ્યો છે જેમાં દિવાળી ના સમય મા   ચકલી માટે માળા બાંધવા પક્ષી ને  પીવા માટે પાણી ના કુંડા તેમજ ચણપાત્ર પણ બાંધવા મા આવ્યા હતા.આ સેવા કાર્ય ની અંદર ખાલી માંડવી ગામ નઈ પણ અલગ અલગ ગામના સેવા ભાવી દાતાઓ દ્વારા પણ ખુબ દાન અર્પણ કરવામાં આવ્યું હતું

Related Posts