fbpx
અમરેલી

ગાવડકા એપ્રોચ રોડ રીપેરીંગ કરીને માઇનોર બ્રીજ બનાવવાની રજૂઆત કરતા : મનીષભાઈ ભંડેરી

જય ભારત, સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલી તાલુકાનાં ગાવડકા ગામનો એપ્રોચ રોડ મહત્વના બે રોડ અમરેલી-બગસરા રોડ અને અમરેલી-ધારી રોડને જોડતો મહત્વનો રોડ છે, અને આ રોડની પરિસ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે, જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી, તાત્કાલિક ધોરણે આ રોડને રીપેરીંગ કરવામાં આવે, અને આ રોડમાં વચ્ચે એક કોઝવે અને છેડે દાણ ફેક્ટરી પાસે એક કોઝવે આવે છે, જે બંને કોઝવેમાં ચોમાસામાં પાણી આવવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે, અને મુસાફરોને ધારી રોડે જવા માટે ગાવડકા ચોકડી સુધી ફરવા જવું પડે છે. આ એપ્રોચ રોડમાં છેડે દાણ ફેક્ટરી પાસે આવેલો કોઝવે ખૂબ જ નીચો હોવાથી વાહનચાલકોને ધારી રોડે જવા માટે અમરેલી કે ધારી બાજુથી આવતા વાહનો દેખાતા નથી, જેના કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બને છે. તેથી, આ એપ્રોચ રોડમાં આવતા બંને કોઝવેની જગ્યાએ માઇનોર બ્રીજ બનાવવા માટે આપશ્રીને મારી વિનંતી સહ ભલામણ કરૂ છું.

Follow Me:

Related Posts