ગુજરાત

ગિફ્ટ સિટી વાઈન એન્ડ ડાઈન મામલે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત પહેલા ય્ઇ લાગુ પડે એવી શક્યતા

ગિફ્ટ સિટી વાઈન એન્ડ ડાઈન મામલે રાજ્ય સરકાર ઝડપથી ય્ઇ ઇસ્યુ કરશે. ય્ઇના તમામ નિયમોની ટુંક સમયમાં જ સ્પષ્ટતા કરાશે.વાયબ્રન્ટ ગુજરાત પહેલા ય્ઇ લાગુ પડે એવી શક્યતા જાેવા મળી રહી છે.૨૮ ડિસેમ્બરની આસપાસ ય્ઇ પ્રસિદ્ધ થાય એવી શક્યતા છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે કોઇ માર્ગદર્શિકા જાહેર કરી નથી.જાે કે આગામી સમયમાં ય્ઇ જાહેર કરવામાં આવશે.ગઇકાલે માત્ર જાહેરાત કરવામાં આવી હતી,જાહેરાતને એક સ્વરુપ આપવામાં આવશે. રાજ્ય સરકાર જ્યાં સુધી ય્ઇ જાહેર ન કરે ત્યાં સુધી વાતનું કોઇ મહત્વ નથી રહેતુ.મળતી માહિતી પ્રમાણે આગામી સમયમાં વાયબ્રન્ટ ગુજરાત પહેલા ય્ઇ લાગુ થઇ જાય તે પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી છે. આ વાતનો અર્થ એ થાય છે કે ૨૮ ડિસેમ્બર સુધીમાં ય્ઇ જાહેર થઇ જઇ શકે છે.જેને લઇને ગૃહ વિભાગ, પ્રોહિબીશન સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેનું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલી રહ્યુ છે. આ ય્ઇમાં બે બાબતોની સ્પષ્ટતા જાેવા મળશે કે વાઈન એન્ડ ડાઈન સેન્ટરમાં જ કોઇપણ વ્યક્તિ દારુનું સેવન કરી શકશે.

ગિફ્ટસિટીની અંદર જે પણ નેશનલ, ઇન્ટરનેશનલ બિઝનસ હબના જે ડેલિગેશન હશે તેમને જ પરમિટ આપવામાં આવશે.કોઇપણ અન્ય વ્યક્તિને પરમિટ આપવામાં નહીં આવે. તેની સાથે જ ગિફ્ટ સિટીની બહાર કોઇ વ્યક્તિ જશે અને દારુનું સેવન હશે, તો દારુબંધીના જે નિયમ છે તે લાગુ પડશે.ય્ઇ અંતર્ગત માત્ર વાઇન અને ડાઇનની સર્વિસ જ લાગુ કરાવવામાં આવશે.જે પણ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવતા હોય છે, તે પોતાની સાથે પાંચથી છ દિવસની લિકર પરમીશન લઇને આવતા હોય છે.આ એક પ્રોસેસ છે, પરંતુ ગુજરાતમાં પ્રથમ વાર ગિફ્ટ સિટી એક સ્થળ છે, જ્યાં દારુની છુટછાટ આપવામાં આવી છે.જાે કે દારુનું વેચાણ ત્યાં નહીં કરી શકાય.

હાલ ગિફ્ટ સિટીમાં એક જ ફાઈવ સ્ટાર હોટેલ/કલબ/રેસ્ટોરન્ટ
વાઈન એન્ડ ડાઇન એરિયા અલગ ઉભો કરવામાં આવશે, તે એરિયા માટે નિયમ નક્કી કરાશે
૨૪ કલાક કાર્યરત રાખવી કે ૧૨ કલાક અથવા રાત્રીના સમયમાં એ અંગે સ્પષ્ટતા કરવામાં આવશે
વાઈન એન્ડ ડાઈન એરિયામાં માત્ર દારૂની સેવન કરી શકાશે, દારૂ લઈ જઈ શકશે નહીં
દારૂના સેવન માટે પરમીટ આપવામાં આવશે
પરમીટ આપતા પહેલા ગિફ્ટ સિટીમાં કઈ કંપનીમાં કઈ પોસ્ટ પર છે એ ચેક કરવામાં આવશે
પરમીટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પર ટ્રાન્સફર નહિ કરી શકાય
પરમીટની સમય મર્યાદા નક્કી કરાશે
નશાબંધીના તમામ નિયમો ગિફ્ટ સિટીની બહાર લાગુ પડશે
આંતરાષ્ટ્રીય બિઝનેસ ડેલીગેશન માટે નિયમો અલગ કરાશે

Related Posts