સૌરાષ્ટ - કચ્છ

ગિરનારઃ અંબાજી મંદિરના દ્વાર આજથીથી ખુલશે ભાવિકો માટે, રોપ-વે પણ શરૂ

કોરોના મહામારી ને પગલે સંક્રમણ ન ફેલાય તેને પગલે ગિરનાર પર બિરાજતાં શક્તિપીઠ માં અંબાજી મંદિર માં ભાવિકોના દર્શનાર્થે માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે ૧૧ જૂન થી મંદિરો ભાવિકો માટે ખોલવાની કરાયેલી જાહેરાતને પગલે અંબાજી મંદિર આવતીકાલથી ભાવિકો માટે જરૂરી નિયમોની અમલવારી સાથે દર્શનાર્થે ખુલ્લુ મુકાશે. તેમ મોટા પીર બાવા તન સુખ ગીરીબાપુ તથા નાના પીર બાવા ગણપત ગીરીબાપુ એ જણાવ્યું હતું.

આ ઉપરાંત લોકડાઉન ને પગલે છેલ્લા બંધ રહેલ ગિરનાર રોપ-વે પણ આવતીકાલથી પ્રવાસીઓ માટે જરૂરી નિયમોની અમલવારી સાથે શરૂ કરવામાં આવશે તેમ ઉષા બ્રેકો કંપની લિમિટેડ દ્વારા જણાવાયું હતું.

Related Posts