ગિરનાર નો રોપ વે સતત ચાર દિવસ ભારે પવનને બંધ રહ્યા બાદ આજથી ફરી થયો શરૂ
જૂનાગઢમાં ભારે પવનને લીધે સતત ચાર દિવસ ગિરનાર નો રોપ વે બંધ રહ્યો હતો પવનની ઝડપ યથાવત રહેતા રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી પરિણામે અનેક યાત્રિકો રોપ-વેની મજા માણવા થી વંચિત રહી જવા પામ્યા હતા આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં છેક શનિવારથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે એના પણ ગિરનાર પર્વત ઉપર પવનની ઝડપ થી વધી જતાં આવા વાતાવરણમાં નું રોપવે નુ સંચાલન કરવું જોખમ ભર્યું હોય ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.જોકે શનિવાર રવિવાર સોમવાર અને મંગળવારે પણ પવનની ઝડપ યથાવત રહી હતી પરિણામે છેલ્લા ચાર દિવસથી ઉડાન ખટોલા નું સંચાલન થઈ ગયું છે હાલ ઉનાળુ વેકેશન હોય પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે જ પવનનું વિઘ્નહર્તા બંધ રાખવાની કંપનીને ફરજ પડી છે પરિણામે અનેક પ્રવાસીઓ રોપવેને રોમાંચક મજા માણ્યા વિના જ પરત ફરી રહ્યા છે આજે પવનની ગતિ કાબૂમાં થતાં રોપવે ફરી કાર્યરત થયો છે જો પવનની ગતિ ફરી તેજ બનશે તો ફરી રોપવે બંધ કરવો પડે તેવી શક્યતા છે
Recent Comments