બોલિવૂડ

ગીતકાર, લેખક ગુલઝાર પોતાનો ૮૭મો જન્મદિવસ મનાવ્યો

ગુલઝારનો અસલી નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. તેમનો જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૩૪ના દિવસે પંજાબના ઝેલમમાં થયો હતો. જે હવે પાકિસ્તાનમાં છે. ભાગલા બાદ ગુલઝારનો પરિવાર અમૃતસર આવી ગયો હતો. અમૃતસરમાં ગુલઝારનો મન નહોતું લાગ્યું અને તેઓ મુંબઈ આવી ગયા. મુંબઈ આવ્યા બાદ ગુલઝારે ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ગેરાજના કામમાંથી જ્યારે સમય મળતો ત્યારે તેઓ કવિતાઓ લખતા હતા. ગુલઝારના કરિયરની શરૂઆત ૧૯૬૧માં વિમલ રાયના સહાયકના રૂપમાં થઈ હતી. આ સમયે તેમણે ઋષિકેશ મુખર્જી અને હેમંત કુમાર સાથે જ કામ કર્યું. આ દરમિયાન તેમણે બંદિનીમાં લિરિક્સ લખવાનો મોકો મળ્યો. સંગીતકાર હેમંત કુમારના ઘરે ગુલઝાર અને રાખી વચ્ચે મુલાકાત થઈ. જે તેમને મીના કુમારી જેવા જ લાગ્યા અને બંનેએ લગ્ન કરી લીધા. બંનેની એક દીકરી પણ છે મેઘના.

જાે કે, લગ્નના કેટલાક વર્ષો બાદ અણબનાવના કારણે રાખી તેમનાથી દૂર થઈ ગઈ. ગુલઝારે મેઘનાનો ઉછેર કર્યો. પોતાની કલમની તાકાતથી ગુલઝારે તમામ મોટા પુરસ્કારો જીત્યા. વર્ષ ૨૦૦૪માં ગુલઝારને ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. સ્લમડૉગ મિલિયોનરના ગીતા જય હો માટે તેમને અને રહેમાનના સંયુક્ત રીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોરનો અવૉર્ડ મળ્યો.દરેક ભાવને ઉમદા અંદાજમાં રજૂ કરનાર, દરેક રસને સાકાર કરનાર અને લાખો લોકોના દિલનો હાલ બયાન કરનાર ગીતકાર ગુલઝારનો આજે જન્મદિવસ છે. ગુલઝારના શબ્દોમાં એ જાદૂ છે કે તેમને સાંભળીને લોકો દિવાના થઈ જાય છે. શબ્દોના જાદૂગર કહેવાતા ગુલઝાર આજે પોતાનો ૮૭મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે જાણો આજે તેમના વિશે ખાસ વાતો.

Related Posts