fbpx
ગુજરાત

ગીતાંજલિ સ્કૂલ આહવામાં હેતલદીદી ના વરદહસ્તે પરમાર્થ ટ્રસ્ટ સુરત નોટબુક થેલા વિતરણ

ડાંગ ના આહવા ખાતે સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સતત એકમાસ થી અંતરયાળ આદિવાસી વિસ્તારો માં સ્કૂલ કીટ ચપોડા નોટબુક જરૂરી સ્ટેશનરી વિતરણ અભિયાન ચલાવાય રહ્યું છે માતા શબરી ની તપો ભૂમિ દંડીકારણ્ય ડાંગ માં સ્થિત દંડીકારણ્ય મહાદેવ મંદિર ના પૂજ્ય હેતલદીદી ના વરદહસ્તે ગીતાંજલિ સ્કૂલ, આહવામાં નોટબુક તથા થેલા વિતરણ કરાયા હતા આ પ્રસંગે પૂજ્ય હેતલદીદી એ મનનીય વક્તવ્ય માં જણાવ્યું હતું કે વિદ્યારૂપી ધન કોઈ ચોરી શકતું નથી રાજા દંડ રૂપે વસૂલી શકતો નથી ભાઈ ભાગ પડાવી શકતો નથી વિદ્યા નો ભાર લાગતો નથી દેવા થી તે નિત્ય વધ્યા કરે છે સર્વથા શ્રેષ્ટ ધન વિદ્યાધન છે તેમ જણાવ્યું હતું ભરતભાઇ માગુંકિયા ના નેતૃત્વ ચાલતી પરમાર્થ ટ્રસ્ટ સુરત ની આ મુહિમ ને ઉત્તમ મુહિમ ગણાવી સર્વ દાતા પરિવારો ટ્રસ્ટી સ્વંયમ સેવકો પ્રત્યે આભાર વ્યક્ત કરી આશિષ પાઠવ્યા હતા

Follow Me:

Related Posts